Not Set/ #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા, રિકવરી દરમાં વધારો

  દેશમાં તમામ પ્રયાસો વચ્ચે કોરોના કેસનો આંક વધી રહ્યો છે અને આંકડો 26 લાખની નજીક પહોંચી ગયો છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 63,490 નવા કેસ નોંધાયા છે. હવે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 25,89,682 પર પહોંચી ગઈ છે. વળી 944 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃતકોની […]

India
57037abb09ebd7c8aab12aa8078ff4af 1 #CoronaIndia/ છેલ્લા 24 કલાકમાં 63 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાયા, રિકવરી દરમાં વધારો
 

દેશમાં તમામ પ્રયાસો વચ્ચે કોરોના કેસનો આંક વધી રહ્યો છે અને આંકડો 26 લાખની નજીક પહોંચી ગયો છે. રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 63,490 નવા કેસ નોંધાયા છે.

હવે ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 25,89,682 પર પહોંચી ગઈ છે. વળી 944 લોકો મૃત્યુ પામ્યા છે અને મૃતકોની કુલ સંખ્યા 50 હજારની નજીક પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ કોવિડ-19 થી 49,980 લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં દેશમાં 26.16 ટકા સક્રિય કેસ છે.

કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ રાહતનાં સમાચાર એ છે કે તેનાથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે, 18,62,258 લોકો આ ખતરનાક વાયરસને હરાવી શક્યા છે, જ્યારે રિકવરી દરમાં સુધારણા સાથે 72 ટકા (71.91%) ની નજીક પહોંચી ગયો છે. મૃત્યુ દર બે ટકાથી ઘટીને 1.93 ટકા થયો છે, જ્યારે પોઝિટિવિટી રેટ 8.50 ટકા પર બની રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.