Not Set/ JEE-NEET ની પરીક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

  દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં શામેલ સુપ્રીમ કોર્ટે JEE Main 2020 અને NEET 2020 પરીક્ષાઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 વિદ્યાર્થીઓની કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખીને JEE Main અને NEET પરીક્ષા મુલતવી રાખેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ કહ્યું કે, […]

India
77de35deb6f36f910478f8dd6fabdd39 1 JEE-NEET ની પરીક્ષાને લઇને સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
 

દેશની સૌથી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં શામેલ સુપ્રીમ કોર્ટે JEE Main 2020 અને NEET 2020 પરીક્ષાઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 વિદ્યાર્થીઓની કોવિડ-19 સ્થિતિને ધ્યાનમાં રાખીને JEE Main અને NEET પરીક્ષા મુલતવી રાખેલી અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ કહ્યું કે, શિક્ષણ સાથે જોડાયેલી ચીજોને હવે ખોલવી જોઈએ, કારણ કે કોવિડ-19 વધુ એક વર્ષ સુધી ચાલુ રહી શકે છે.

આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET અને એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Main મુલતવી રાખવા માંગતી અરજીની સુનાવણી કરી હતી. અરજીમાં કોવિડ-19 ચેપનાં વધતા જતા કેસોને લીધે સપ્ટેમ્બરમાં સૂચિત JEE Main અને NEET યુજી પરીક્ષા મુલતવી રાખવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ હવે JEE Main પરીક્ષા નિશ્ચિત શેડ્યૂલ મુજબ 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવશે, જ્યારે NEET ની પરીક્ષા 13 સપ્ટેમ્બરનાં રોજ લેવામાં આવશે.

દેશમાં કોવિડ-19 ચેપગ્રસ્ત કેસોની ઝડપથી વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યોનાં 11 વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં JEE Main અને NEET યુજી પરીક્ષા મુલતવી રાખવા વિનંતી સાથે અરજી કરી હતી. અરજીમાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) ની જુલાઇની નોટિસને રદ્દ કરવાની વિનંતી કરવામાં આવી હતી, જેમાં કોરોનાવાયરસ રોગચાળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અરજીમાં અદાલતને માંગ કરવામાં આવી હતી કે, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પરીક્ષા ન લેવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.