Not Set/ સુશાંત કેસની તપાસ ટ્રાન્સફર થશે ? SC આવતીકાલે આપશે નિર્ણય

  બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો સંભળાવશે. રિયા ચક્રવર્તીએ કેસની તપાસ મુંબઈ સ્થાનાંતરિત કરવાની માંગ કરતી એક અરજી કરી છે. સવારે 11 વાગ્યાની આસપાસ કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતે 14 જૂને મુંબઇ સ્થિત એક ફ્લેટમાં ગળે […]

India
b0957ccbb82ef790869c8957783dc278 1 સુશાંત કેસની તપાસ ટ્રાન્સફર થશે ? SC આવતીકાલે આપશે નિર્ણય
 

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો સંભળાવશે. રિયા ચક્રવર્તીએ કેસની તપાસ મુંબઈ સ્થાનાંતરિત કરવાની માંગ કરતી એક અરજી કરી છે. સવારે 11 વાગ્યાની આસપાસ કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે.

બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતે 14 જૂને મુંબઇ સ્થિત એક ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. તેમના ચાહકો સહિત તેમની કેટલાક લોકોને સુશાંતની હત્યાની આશંકા હતી, જેના પગલે આ કેસની સીબીઆઈ તપાસની માંગ ઉભી થવા લાગી હતી. બાદમાં, બિહાર સરકારની ભલામણને કારણે કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલો સીબીઆઈને આપ્યો.

અભિનેતાના પિતા કે.કે.સિંઘે પટણામાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત ઘણા લોકો સામે એફઆઈઆર નોંધાવી હતી. આમાં રિયા પર સુશાંતસિંહ રાજપૂતને આપઘાત કરવા, કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવાના અનેક સનસનાટી ભર્યા આરોપો લગાવવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીએ આની સામે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં આખા કેસને પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન રિયા ચક્રવર્તીએ 11 પાનાનું એફિડેવિટ રજૂ કર્યું હતું. રિયાએ કહ્યું હતું કે, “હું સુશાંતને ખૂબ પ્રેમ કરતી હતી.  પરંતુ તેના મૃત્યુ કેસમાં હવે મને શિકાર બનાવવામાં આવી રહ્યો છે.” રિયાએ સુપ્રીમ કોર્ટને એક વકીલ મારફત જણાવ્યું હતું કે સુશાંતના મોત પર મને આઘાત લાગ્યો છે અને હવે તેણે મને જ આરોપી બનાવવામાં આવી રહી છે.

તે જ સમયે, રિયા ચક્રવર્તીના વકીલ શ્યામ દિવાને કહ્યું કે બિહારમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે એક  રાજકીય ચાલ છે. તેમણે કહ્યું, “સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પટણામાં નોંધાવેલી એફઆઈઆરનો રિયા અને તેના પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી.” બિહાર પોલીસે મામલો ટ્રાન્સફર કરવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.