વૈશ્વિક મહામારી કોરોને વિશ્વ ભરમાં હાહાકાર મચાવ્યો છે. વિશ્વના તમામ દેશો અત્યારે કોરોના સામે લડી રહ્યા છે. ત્યારે દેશની સર્વોચ્ચ તબીબી સંશોધન સંસ્થા એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ કોવિડ -19ના ટેસ્ટ માટે એક સરળ અને શ્રેષ્ઠ માર્ગ સૂચવ્યો છે. ICMR ના જણાવ્યા પ્રમાણે કોરોના માટે નમૂના એકત્ર કરવામાં જે સમય લાગે છે તે બચી શકે છે. અને પરિણામ પણ ઝડપથી મળી જશે. આઇસીએમઆરએ કહ્યું કે લોકોના કોગળા કરેલા પાણીનો ઉપયોગ ટેસ્ટ માટે નમૂના તરીકે કરી શકાય છે.
નાકમાંથી સ્વેબ અથવા મોઢાના લાળના નમૂના લેવાની જગ્યાએ કોગળા કરેલું પાણી નમૂના તરીકે વાપરી શકાય છે. તેના કારણે નમૂના લેવાનું સરળ બનશે અને ટેસ્ટ રિઝલ્ટ ઝડપથી આવશે. આઇસીએમઆરએ તાજેતરમાં જ એક અધ્યયન કરીને આ પરીક્ષણની પદ્ધતિ શોધી કાઢી છે. આ પદ્ધતિનો અહેવાલ ભારતીય તબીબી સંશોધન જર્નલમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આઇસીએમઆરના અધ્યયન મુજબ કોગળા કરેલા પાણીના સેમ્પલ સંગ્રહથી ટેસ્ટનો ખર્ચ પણ ઓછો થશે. કારણ કે નાક અને ગળામાંથી સ્વેબ લેવા માટે ટેસ્ટ કીટની જરૂરિયાત રહે છે તે આ રીતે ટેસ્ટ કરવાથી ઓછી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
