Not Set/ સોનિયા ગાંધીનાં આરોપ પર નિશિકાંત દુબે બોલ્યા – કોંગ્રેસ જુઠની છે ફેક્ટ્રી

  ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મેડમ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસ જુઠની ફેક્ટ્રી છે. અગાઉ સોનિયાએ જીએસટીનો હિસ્સો રાજ્યોને નહી આપવા પર કેન્દ્ર પર વિશ્વાસઘાતને આરોપ લગાવ્યો હતો. ઝારખંડના ગોડ્ડાથી ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું હતું કે, કોંગ્રેસ સોનિયા ગાંધીની આગેવાનીમાં જૂઠાનીં ફેક્ટ્રી છે. જ્યારે […]

Uncategorized
e954b39156a823995d5f86d7dd53a627 સોનિયા ગાંધીનાં આરોપ પર નિશિકાંત દુબે બોલ્યા - કોંગ્રેસ જુઠની છે ફેક્ટ્રી
 

ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મેડમ સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસ જુઠની ફેક્ટ્રી છે. અગાઉ સોનિયાએ જીએસટીનો હિસ્સો રાજ્યોને નહી આપવા પર કેન્દ્ર પર વિશ્વાસઘાતને આરોપ લગાવ્યો હતો.

ઝારખંડના ગોડ્ડાથી ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું હતું કે, કોંગ્રેસ સોનિયા ગાંધીની આગેવાનીમાં જૂઠાનીં ફેક્ટ્રી છે. જ્યારે ભાજપે કોંગ્રેસની રૂ.1 લાખ કરોડની વેટ પ્રતિબદ્ધતા પૂરી કરી હતી, જે તે પોતે 2009 થી 2014 ની વચ્ચે કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તો નિશ્ચિત રહો અને તમે વિશ્વાસ કરી શકો છો કે ભાજપ રાજ્યોને જીએસટીની પોતાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરશે. આપને જણાવી દઇએ કે, ગુડ્સ અને સર્વિસ ટેક્સ સંબંધિત વળતરની વહેલી ચુકવણી માટે સોનિયા ગાંધીએ આજે ​​સાત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.

બેઠકમાં રાજ્યોનાં મુખ્ય પ્રધાન સાથે વાત કરતી વખતે સોનિયા ગાંધીએ આવક અંગે એટલે કે 26 ઓગસ્ટનાં રોજ કહ્યું હતું કે, નાણાં સચિવે 11 ઓગસ્ટે સ્ટેડિંગ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે, કેન્દ્ર આ વર્ષની 14 ટકા જીએસટી જે તેમને રાજ્યોને આપવાની છે, તેને આપવાની સ્થિતિમાં નથી. આ રીતે પૈસા આપવાનો ઇનકાર કરવો એ મોદી સરકારનો રાજ્યોની સાથે વિશ્વાસઘાત કરવા જેવું છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારોને સમયસર જીએસટી ચૂકવવો જોઇએ. જીએસટીનાં નાણાં એક મોટો મુદ્દો છે, તેની ચુકવણી નહીં કરવાને કારણે રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ ખૂબ પ્રભાવિત થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.