Not Set/ Viral Video/ ધનાશ્રી વર્માએ ગુરુ રંધાવાનાં સ્લોલી-સ્લોલી ગીત પર કર્યો ધમાકેદાર ડાંસ

  ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા ઘણા દિવસોથી તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે. તેના વીડિયો આવે તે દિવસથી જ વાયરલ થઈ રહ્યાં છે. ધનાશ્રી વર્માનો ફરી એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયોમાં પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સિંગર ગુરુ […]

Videos
 

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્મા ઘણા દિવસોથી તેના ડાન્સ વીડિયોથી સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે. તેના વીડિયો આવે તે દિવસથી જ વાયરલ થઈ રહ્યાં છે. ધનાશ્રી વર્માનો ફરી એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જે ખૂબ ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. આ વીડિયોમાં પ્રખ્યાત યુટ્યુબર અને ડાન્સર ધનાશ્રી વર્મા સિંગર ગુરુ રંધાવા સાથે સ્લોલી સ્લોલી ગીત પર ડાન્સ કરી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે ધનાશ્રી વર્મા અને ગુરુ રંધાવા ડાન્સ કરી રહ્યા છે. ધનાશ્રી વર્માની યુટ્યુબ ચેનલ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. ધનાશ્રી વર્માનાં આ વીડિયો પર ચાહકો ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ધનાશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે પરંતુ તેણે ડાન્સર તરીકે અલગ ઓળખ બનાવી છે. જ્યારથી યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માની સગાઈનાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, ત્યારથી ધનાશ્રીનાં ડાન્સ વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર થતા રહે છે. તાજેતરમાં જ ધનાશ્રીનાં એક ડાન્સ વીડિયોએ ધમાલ મચાવી છે.

વળી ગુરુ રંધાવા વિશે વાત કરીએ તો તેમણે હાઈ રેટિંડ ગેબરુ‘, ‘સૂટ-સૂટ કરદા‘, ‘પટોલા‘, ‘બન જા તુ મેરી રાનીઅને લાહૌરજેવા ગીતો સાથે પણ બોલિવૂડમાં ઘણું નામ કમાવ્યું છે. તાજેતરમાં જ અમેરિકન ગાયક અને રેપર પિટબુલ સાથે ગુરુ રંધાવાનું ગીત સ્લોલી-સ્લોલીરિલીઝ કર્યુ હતું. ગુરુ રંધાવાએ 2013 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ હિન્દી મીડિયમનું સુઇટ સુઇટગીત 2017 માં હિટ થયા પછી, ગુરુ બોલિવૂડનાં પ્રિય ગાયક બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.