ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ બાદ યુ.એસ.માં સંકટનો સામનો કરી રહેલા ટિકટોકનાં સીઈઓએ રાજીનામું આપી દીધું છે. વીડિયો એપને વેચવા માટે ટિકટોકનાં ચીની માલિક પર યુ.એસ.નાં દબાણ વચ્ચે કંપનીનાં સીઈઓ કેવિન મેયરે ગુરુવારે રાજીનામું આપ્યું હતું. આપને જણાવી દઈએ કે, યુ.એસ.એ ટિકટોકને સુરક્ષા માટે જોખમ ગણાવ્યું છે.
ટિકટોકનાં સીઈઓ કેવિન મેયરે રાજીનામું આપ્યા પછી કર્મચારીઓને લખેલા પત્રમાં, તેમણે કહ્યું હતું કે રાજકીય વાતાવરણ ઝડપથી બદલાયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. ડિઝનીનાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ મેયર મે મહિનામાં ટિકટોકનાં સીઈઓ બન્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે, જેનાથી બચવા માટે તેની પેરેંટ કંપની બાઇટડાન્સને 90 દિવસની અંદર યુ.એસ. કંપનીને તેની અમેરિકાની કામગીરી વેચવી પડશે. આ આદેશ બાદ મેયરે રાજીનામું આપ્યું હતું.
તેમણે કહ્યું કે, મેં કોર્પોરેટ માળખાકીય ફેરફારોની જરૂરિયાત અને તેની વૈશ્વિક ભૂમિકા માટે ઘણું વિચાર્યું છે. તેમણે ઉમેર્યું, “આ પૃષ્ઠભૂમિમાં અને જેમ કે અમે ટૂંક સમયમાં કોઈ સમાધાન પર પહોંચવાની આશા રાખીએ છીએ, તેથી હું તમને બધાને ખૂબ ભારે હૃદયથી કહેવા માંગુ છું કે મેં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
