Not Set/ કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ નલિન કુમાર કટીલ કોરોના સંક્રમિત,  હોસ્પિટલમાં થયા દાખલ

કર્ણાટક ભાજપના પ્રમુખ નલિન કુમાર કટીલને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે દક્ષિણ કન્નડ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે નલિન કુમાર કટીલે ટ્વિટ કર્યું હતું કે, મારો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો […]

Uncategorized
bd077b0de5d51a0fa14fd4189d2ffdfd કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ નલિન કુમાર કટીલ કોરોના સંક્રમિત,  હોસ્પિટલમાં થયા દાખલ
bd077b0de5d51a0fa14fd4189d2ffdfd કર્ણાટક ભાજપનાં અધ્યક્ષ નલિન કુમાર કટીલ કોરોના સંક્રમિત,  હોસ્પિટલમાં થયા દાખલ

કર્ણાટક ભાજપના પ્રમુખ નલિન કુમાર કટીલને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. આ અંગે તેમણે જાતે જ ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે દક્ષિણ કન્નડ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે

નલિન કુમાર કટીલે ટ્વિટ કર્યું હતું કે, મારો કોવિડ -19 રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોઈ લક્ષણો ન હોવા છતાં, ડોક્ટરની સલાહથી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મને વિશ્વાસ છે કે તમારી શુભેચ્છાઓ અને આશાને કારણે હું જલ્દીથી પાછો ફરીશ. મારી સાથે સંપર્કમાં આવેલા દરેકને હું અપીલ કરું છું, સાવચેત રહો. “

જણાવી દઈએ કે, અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા પણ કોરોના વાયરસથી પોઝિટીવ જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.