Not Set/ કોંગ્રસનાં શાંબ્દિક હુમલા પર ભાજપ – PM મોદી અને સેના પાસે છે લાલ આંખ

  ફરી એકવાર, જ્યારે સોમવારે લદ્દાખ બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરીનું કાવતરું કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે, જ્યાં સુધી મોદી સરકાર અને સેના છે ત્યાં સુધી કોઈ દેશ ભારતની સાર્વભૌમત્વ સાથે રમી શકશે નહીં. […]

India
de2a4f262629e3b545556d3236445f3f કોંગ્રસનાં શાંબ્દિક હુમલા પર ભાજપ - PM મોદી અને સેના પાસે છે લાલ આંખ
de2a4f262629e3b545556d3236445f3f કોંગ્રસનાં શાંબ્દિક હુમલા પર ભાજપ - PM મોદી અને સેના પાસે છે લાલ આંખ 

ફરી એકવાર, જ્યારે સોમવારે લદ્દાખ બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરીનું કાવતરું કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું, જેનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું છે કે, જ્યાં સુધી મોદી સરકાર અને સેના છે ત્યાં સુધી કોઈ દેશ ભારતની સાર્વભૌમત્વ સાથે રમી શકશે નહીં. કોંગ્રેસની લાલ આંખોવિશે સવાલો ઉઠાવતાં ભાજપે કહ્યું છે કે, અમારી આંખો લાલ છે, પણ તેમની આંખો ભીની છે.

ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, લાલ આંખ હિન્દુસ્તાનની પાસે છે, વડા પ્રધાન મોદીની પાસે છે, ભારતની સૈન્ય પાસે છે, તો ભારતની સાર્વભૌમત્વ અખંડ છે. કોઇની હિમ્મત નથી કે ભારતની તરફ આંખો ઉઠાવીને જોઇ શકે. દેશનાં બાળકો પણ ભારતની સૈન્ય અને પીએમ મોદી તરફ આત્મવિશ્વાસથી જુએ છે. જ્યાં સુધી સરકાર અને સૈન્ય ઉભા છે ત્યાં સુધી કોઈ પણ દેશની સાર્વભૌમત્વ સાથે રમી શકશે નહીં.

સંબિત પાત્રાએ કોંગ્રેસનાં નેતા રણદીપ સુરજેવાલાનાં નિવેદન પર આ પ્રતિક્રિયા આપી હતી, જેમા તેમણે 29-30 ઓગસ્ટની રાત્રે પેંગોગ લેકની નજીક ચીની સૈનિકોની ઘૂસણખોરીનાં પ્રયત્નો અંગે કહ્યું હતું કે, અવાર-નવાર દેશ પર ચીની ઘૂસણખોરી થઇ રહી છે, મોદી જી, લાલ આંખો ક્યાં છે. તમે ક્યારે ચીન સાથે આંખોમાં આંખો નાખીને વાત કરશો. વડા પ્રધાન શાંત કેમ છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.