પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે. પ્રણવ મુખર્જીએ સોમવારે સાંજે 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તાજેતરમાં, પ્રણવ મુખર્જીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તેમની સર્જરી પણ થઈ હતી. પ્રણવ મુખર્જીનાં પુત્ર અભિજિત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખરજીનાં મોતની માહિતી આપી હતી.
Former President Pranab Mukherjee passes away, announces his son Abhijit Mukherjee. pic.twitter.com/3SFxmRE21j
— ANI (@ANI) August 31, 2020
થોડા સમય પહેલા પ્રણવ મુખર્જી કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું અને તાજેતરમાં જ તેમની બ્રેનની સર્જરી કરવામાં આવી હતી. પ્રણવ મુખર્જી 2012 માં દેશનાં રાષ્ટ્રપતિ બન્યા હતા, 2017 સુધી તેઓ રાષ્ટ્રપતિ રહ્યા હતા. વર્ષ 2019 માં તેમને ભારત રત્ન એનાયત કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
