Not Set/ પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભીની આંખે દેશે આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. રાજકીય સમ્માન સાથે, લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ દા પંચતત્ત્વમાં વિલીન થઇ ગયા. અગાઉ, તેમના મૃતદેહને આર્મી હોસ્પિટલ (આરએન્ડઆર) થી તેમના સત્તાવાર નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ પર લાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત રત્નથી સમ્માનિત દેશનાં ભૂતપૂર્વ […]

India
ed4690cc0ca48eae83307369fbc9f394 પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભીની આંખે દેશે આપી શ્રદ્ધાંજલિ
ed4690cc0ca48eae83307369fbc9f394 પંચમહાભૂતમાં વિલિન થયા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ભીની આંખે દેશે આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન પ્રણવ મુખર્જીનો આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. રાજકીય સમ્માન સાથે, લોધી સ્મશાન ઘાટ પર પ્રણવ દા પંચતત્ત્વમાં વિલીન થઇ ગયા. અગાઉ, તેમના મૃતદેહને આર્મી હોસ્પિટલ (આરએન્ડઆર) થી તેમના સત્તાવાર નિવાસસ્થાન 10, રાજાજી માર્ગ પર લાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારત રત્નથી સમ્માનિત દેશનાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દેશનાં 13 માં રાષ્ટ્રપતિનાં પાર્થિવ દેહને સવારે 9.30 વાગ્યે આર્મીની આરએન્ડઆર હોસ્પિટલથી લાવવામાં આવ્યો હતો અને બપોરે 2 વાગ્યે લોધી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – PM મોદી સહિત આ નેતાઓએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને આપી શ્રદ્ધાંજલિ

મુખ્ય વાત એ છે કે પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હતા, જેના કારણે તેમના અંતિમ સંસ્કારમાં બહુ ઓછા લોકોએ ભાગ લીધો હતો. દરેક PPE કીટમાં દેખાયા હતા. પુત્ર અભિજીત મુખર્જીએ પિતા પ્રણવ મુખર્જીને અગ્નિ અર્પણ કરી. રાજકીય સમ્માન સાથે પ્રણવ દા નાં અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.