Not Set/ અંડમાન-નિકોબારમાં એકવાર ફરી અનુભવાયો ભૂકંપનો ઝટકો

અંડમાન-નિકોબારમાં એકવાર ફરી ભૂકંપનાં ઝટકાનો અનુભવ થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દિગલીપુરથી 20 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રીનાં 3 વાગ્યે અંડમાન-નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો. આ પહેલા રવિવારે પણ સવારે અંડમાન-નિકોબારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે […]

India
5d6d77bf70cd2c31414dfa31493c00fb અંડમાન-નિકોબારમાં એકવાર ફરી અનુભવાયો ભૂકંપનો ઝટકો
5d6d77bf70cd2c31414dfa31493c00fb અંડમાન-નિકોબારમાં એકવાર ફરી અનુભવાયો ભૂકંપનો ઝટકોઅંડમાન-નિકોબારમાં એકવાર ફરી ભૂકંપનાં ઝટકાનો અનુભવ થયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર દિગલીપુરથી 20 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત હતું. મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રીનાં 3 વાગ્યે અંડમાન-નિકોબારમાં ભૂકંપ આવ્યો હતો.

આ પહેલા રવિવારે પણ સવારે અંડમાન-નિકોબારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રવિવારે સવારે 6.38 કલાકે અંડમાન-નિકોબારમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર રવિવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 હતી. ભૂકંપની ઉંડાઈ 82 કિલોમીટર હતી. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રનાં પાલઘરમાં ભૂકંપનાં ઝટકા અનુભવાઇ રહ્યા છે.

ધરતીની અંદર જ્યારે પ્લેટ્સની ટક્કર થાય છે ત્યારે ભૂકંપ આવે છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ ટકરાય છે, જેના કારણે ફોલ્ટ લાઇન ઝોન બની જાય છે અને સપાટીના ખૂણા વળી જાય છે. સપાટીનાં વળાંકને કારણે, દબાણ બને છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટ્સનાં તૂટવાથી આંતરિક ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે, જેના કારણે ધરતી હલવા લાગે છે જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.