Not Set/ શિવસૈનિકોનાં હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી ઓફિસર બોલ્યા- હવે હુ BJP-RSS ની સાથે

  મુંબઇનાં નૌકાદળનાં પૂર્વ અધિકારી મદન શર્માએ શિવસેનાનાં કાર્યકરો પર તેમને ખરાબ રીતે માર મારવાનો આરોપ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરેને લઇને એક કાર્ટૂન વૉટ્સએપ પર શેર કરવાને કારણે શિવસૈનિકોએ કથિત રીતે તેમને માર માર્યો હતો. આ હુમલામાં તેમને આંખમાં મોટી ઇજાઓ થઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને મુંબઈ પોલીસે શિવસેનાનાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમને […]

India
15f3a6dd1dfa81ce60abbbdf49bdbead શિવસૈનિકોનાં હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી ઓફિસર બોલ્યા- હવે હુ BJP-RSS ની સાથે
15f3a6dd1dfa81ce60abbbdf49bdbead શિવસૈનિકોનાં હુમલામાં ઘાયલ થયેલા રિટાયર્ડ નેવી ઓફિસર બોલ્યા- હવે હુ BJP-RSS ની સાથે 

મુંબઇનાં નૌકાદળનાં પૂર્વ અધિકારી મદન શર્માએ શિવસેનાનાં કાર્યકરો પર તેમને ખરાબ રીતે માર મારવાનો આરોપ મૂક્યો હતો. ઉદ્ધવ ઠાકરેને લઇને એક કાર્ટૂન વૉટ્સએપ પર શેર કરવાને કારણે શિવસૈનિકોએ કથિત રીતે તેમને માર માર્યો હતો. આ હુમલામાં તેમને આંખમાં મોટી ઇજાઓ થઈ હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને મુંબઈ પોલીસે શિવસેનાનાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમને બાદમાં જામીન મળી ગયા હતા.

શિવસૈનિકોએ પર માર મારવાનો આરોપ લગાવનાર ભૂતપૂર્વ નૌકાદળનાં અધિકારી આજે મુંબઈમાં રાજ્યપાલને મળ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે, ‘હવેથી હું ભાજપ-આરએસએસ સાથે છું. જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે તેઓએ આરોપ લગાવ્યો હતો કે હું ભાજપ-આરએસએસ સાથે છું. તેથી હવે હું જાહેર કરું છું કે હું આજે ભાજપ-આરએસએસની સાથે છું.

શુક્રવારે માર મારવાનો મામલો સામે આવ્યા બાદ રાજ્યની ઉદ્ધવ સરકારને ચોતરફી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી મદન શર્માએ પોતાના અને પરિવાર માટે સુરક્ષાની માંગ કરી હતી, બીજી તરફ તેમણે કહ્યું હતું કે જો ઉદ્ધવ ઠાકરે રાજ્યનાં કાયદો અને વ્યવસ્થાને સંભાળી શકતા ન હોય તો તેઓએ સીએમ પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.