Not Set/ અમદાવાદ/ ડુંગળીનાં ભાવ શહેરીજનોની આંખમાં લાવશે પાણી, પ્રતિ કિલો ભાવ…

અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા શહેરીજનોને હવે ડુંગળી આંખે પાણી લાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અહી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 40 થી વધુ છેે. ત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, ડુંગળીનાં ભાવમાં હજુ પણ વધારો થઇ શકે […]

Ahmedabad Gujarat

અમદાવાદમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જી હા શહેરીજનોને હવે ડુંગળી આંખે પાણી લાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અહી પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 40 થી વધુ છેે. ત્યારે એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે, ડુંગળીનાં ભાવમાં હજુ પણ વધારો થઇ શકે છે. 

અમદાવાદમાં હવે ડુંગળીનો ભાવ આસમાને પહોંચી ગયો છે. એક તરફ શહરીજનો કોરોનાથી પરેશાન છે ત્યા બીજી મુસિબત શહેરીજનોને વધુ તકલીફમાં મુકે તો નવાઇ નહી. રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે આ ભાવ વધારો થયો હોય તેવુ વેપારીઓનો મત છે. માત્ર ડુંગળી જ નહી બટાકા અને ટામેટાનાં ભાવમાં પણ વધારો નોંધાયો છે. આ ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે. આપને જણાવી દઇએ કે, ડુંગળીનાં ભાવે આગામી દિવસોમાં એટલે કે ઑક્ટોબર મહિનાનાં અંત સુધીમાં 100 રૂપિયે કિલો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.