હાલમાં બીજેપી દ્વારા પીએમ મોદીનો જન્મ દિવસ આવે છે તો સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આવામાં ભાજપના નેતાઓ જ સરકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવાનું ભૂલી જાય છે અને અંતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે.
આજે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું ત્યારે નરોડા વિધાનસભા ખાતે આજે કાર્યકર્તાઓ અને નેતાઓ એકઠા થયા હતા. નરોડા ધારાસભ્ય બલરામ થવાણી અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ પણ હાજર હતા. એ સમયે જ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ટોળે વળ્યા હતા. અને ડીસ્ટન્સ જળવાયું નહોતું. આમ સરકારના ધારાસભ્યો જ જ ગાઈડ લાઈનનું પાલન કરતા નથી અને ઉજવણીના ઉન્માદમાં એ પણ ભૂલી જાય છે કે આખરે સરકારે ગાઈડ લાઈન બહાર પાડી છે તો તેનું પાલન થવું જોઈએ. અત્રે નોધનીય છે કે, ધારાસભ્ય બલરામ થવાણી પોતે કોરોનાગ્રસ્ત બન્યા હતા. અને પછી કોરોના ઉપર વિજય મેળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
