“આહાર અને અનાહાર”- જેમ આહાર નું સમયસર અને પૌષ્ટિક હોવું જરૂરી છે તેમ જ સમયાંતરે અનાહાર પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે .
1.અનાહાર એટલે complete fast કે જેમાં ફક્ત પાણી જ લેવાનું હોય છે અને તેમાં આહાર ધીરે ધીરે ઓછો કરવાનો હોય છે, અને આ ઉપવાસ તોડતી વખતે આહાર ધીરે ધીરે શરૂ કરવાનો હોય છે .
2.લઘુ આહાર એટલે કે incomplete fast જેમાં તમે હળવો અને સરળતા થી પચી જાય તેવો આહાર લઇ શકો છો. જેમ કે શાકભાજી, ફળો, મુંગ , સૂપ, ખીચડી, દૂધ વગેરે…
આ ઉપરાંત .. ઉપવાસ ફરાળી વાનગીઓ ની સાથે, ફક્ત દૂધ અને ફળો સાથે તેમજ પ્રવાહી આહાર જેમ કે ફળો ના જ્યૂસ , સૂપ, રસ વગેરે થી પણ કરી શકાય છે.
અનાહાર / ઉપવાસ નું મહત્વ:
રોજ બરોજ અનાવશ્યક ખોરાક લેવાથી આંતરડા અને જઠર ઉપર દબાણ ઉત્પન્ન થાય છે. ખોરાક નું પાચન યોગ્ય રીતે થતું નથી અને આ અપાચ્ય ખોરાક શરીર માં જમા થાય છે. આ અપાચ્ય ખોરાક સડે છે અને શરીર માં હાનિકારક તત્વો પેદા કરે છે.
*અનાહાર કરવા થી શરીર જમા થયેલા હાનિકારક તત્વો નો નિકાલ થાય છે.
*આંતરડા અને જઠર વધુ કાર્યરત બને છે.
*જઠરાગ્નિ વધુ પ્રદીપ્ત થાય છે.
*શરીર માંથી કફ, પિત્ત અને વાયુ દોષો ના વધુ પડતા પ્રમાણ નો નિકાલ થાય છે, તેમની વચ્ચે સંતુલન જળવાય છે.
*શરીર ને નવી ઉર્જા મળે છે.
માટે જ યોગ્ય આહાર અને સમયાંતરે અનાહાર કરવાથી શારીરિક સ્વસ્થ જળવાઈ રહે છે.
હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની
