Not Set/ Earthquake : મિઝોરમમાં ફરી ધરા ધ્રુજી, વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ગભરાહટ

દેશનાં જુદા જુદા ભાગોમાં વારંવાર ભૂકંપના આંચકા આવે છે. દેશના જુદા જુદા ખૂણામાં દર બીજા દિવસે ભૂકંપના અહેવાલો આવી રહ્યા છે. મિઝોરમના ઇશાન રાજ્યમાં ફરી એક વખત આંચકા અનુભવાયા છે. રવિવારે સવારે 7.26 વાગ્યે મિઝોરમમાં પૃથ્વી ધ્રૂજવા લાગી. મિઝોરમના ચંમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.6 માપવામાં આવ્યું. ભૂકંપનો અનુભવ થતાં […]

India
c805eeb3ecb569b339c325328494859b Earthquake : મિઝોરમમાં ફરી ધરા ધ્રુજી, વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ગભરાહટ
c805eeb3ecb569b339c325328494859b Earthquake : મિઝોરમમાં ફરી ધરા ધ્રુજી, વારંવાર આવતા ભૂકંપથી લોકોમાં ગભરાહટ

દેશનાં જુદા જુદા ભાગોમાં વારંવાર ભૂકંપના આંચકા આવે છે. દેશના જુદા જુદા ખૂણામાં દર બીજા દિવસે ભૂકંપના અહેવાલો આવી રહ્યા છે. મિઝોરમના ઇશાન રાજ્યમાં ફરી એક વખત આંચકા અનુભવાયા છે. રવિવારે સવારે 7.26 વાગ્યે મિઝોરમમાં પૃથ્વી ધ્રૂજવા લાગી. મિઝોરમના ચંમ્ફાઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનું પ્રમાણ 4.6 માપવામાં આવ્યું. ભૂકંપનો અનુભવ થતાં જ લોકો ઘરની બહાર દોડી ગયા હતા. જોકે, ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તેમ ભૂકંપનાં આંચકાઓ પણ સતત વધી રહ્યા છે. અવાર-નવાર દેશમાં કોઇને કોઇ વિસ્તારમાં ધરા ધ્રુજી હોવાના અહેવાાલ મળતા રહે છે. ત્યારે લોકોમાં કોરોનાને લઇને તો ડર પહેલા જ હતો ત્યારે હવે આ ભૂકંપનાં આંચકાએ તેમા વધારો કરી દીધો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.