Not Set/ રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા સામે કર્યું પ્રદર્શન

સંસદના ચોમાસુ સત્રનો આજે 8 મો દિવસ છે. રવિવારે રાજ્યસભામાં હોબાળો મચાવનારા વિપક્ષના 8 સભ્યોને સભાપતિ વેંકૈયા નાયડુએ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રાજીવ સાતવ, કે.કે. રાગેશ, રિપૂન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસેન અને ઇલામરમ કરીમ સામે કરી છે. આ સાથે અધ્યક્ષે રાજ્યસભાના ઉપાધ્યક્ષ […]

Uncategorized
84777afe4d33445b7b67074ca88a4a05 રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા સામે કર્યું પ્રદર્શન
84777afe4d33445b7b67074ca88a4a05 રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાંસદોએ સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા સામે કર્યું પ્રદર્શન

સંસદના ચોમાસુ સત્રનો આજે 8 મો દિવસ છે. રવિવારે રાજ્યસભામાં હોબાળો મચાવનારા વિપક્ષના 8 સભ્યોને સભાપતિ વેંકૈયા નાયડુએ એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધા છે.

આ કાર્યવાહી અધ્યક્ષ ડેરેક ઓ બ્રાયન, સંજય સિંહ, રાજીવ સાતવ, કે.કે. રાગેશ, રિપૂન બોરા, ડોલા સેન, સૈયદ નઝીર હુસેન અને ઇલામરમ કરીમ સામે કરી છે. આ સાથે અધ્યક્ષે રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ સામે અવિશ્વાસની દરખાસ્તને પણ ફગાવી દીધી છે.

તેમણે કહ્યું કે ગઈકાલે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સભ્યોના આચરણથી શિષ્ટાચારની બધી મર્યાદાઓ ઓળંગી ગઈ, ગૃહની પ્રતિષ્ઠાને નુકસાન થયું.

 સસ્પેન્ડ થયેલા સાંસદોનું પ્રદર્શન

રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ દ્વારા સસ્પેન્ડેડ વિપક્ષના આઠ સાંસદ ગાંધી પ્રતિમાં સામે ધરણા કરી રહ્યા છે. અગાઉ સસ્પેન્ડ થયેલી સાંસદ સભ્યોએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો, જેના કારણે કાર્યવાહી આવતીકાલ સુધી મુલતવી રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.