Not Set/ કોરોના પોઝિટિવ મહિલાએ હોસ્પિટલમાં કર્યો આપઘાત, મોડી રાત્રે ગેલેરીમાં ખાધો ગળેફાંસો

હિમાચલ પ્રદેશના શિમલાની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપ લાગેલી 54 વર્ષીય મહિલાએ મંગળવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મહિલાને ગયા અઠવાડિયે ચેપ લાગ્યો હતો. પોલીસ અધિક્ષક મોહિત ચાવલાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 તપાસમાં 18 સપ્ટેમ્બરે ચેપની પુષ્ટિ થયા બાદ મહિલાને દિન દયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ચાવલાએ જણાવ્યું હતું કે […]

Uncategorized
3027c84b37a20b793bdd469cdef8a721 કોરોના પોઝિટિવ મહિલાએ હોસ્પિટલમાં કર્યો આપઘાત, મોડી રાત્રે ગેલેરીમાં ખાધો ગળેફાંસો
3027c84b37a20b793bdd469cdef8a721 કોરોના પોઝિટિવ મહિલાએ હોસ્પિટલમાં કર્યો આપઘાત, મોડી રાત્રે ગેલેરીમાં ખાધો ગળેફાંસો

હિમાચલ પ્રદેશના શિમલાની એક હોસ્પિટલમાં કોરોના વાયરસથી ચેપ લાગેલી 54 વર્ષીય મહિલાએ મંગળવારે મોડી રાત્રે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મહિલાને ગયા અઠવાડિયે ચેપ લાગ્યો હતો. પોલીસ અધિક્ષક મોહિત ચાવલાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 તપાસમાં 18 સપ્ટેમ્બરે ચેપની પુષ્ટિ થયા બાદ મહિલાને દિન દયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ચાવલાએ જણાવ્યું હતું કે મહિલાએ મંગળવારે મોડી રાત્રે 12.10 વાગ્યે કોવિડ કેર વોર્ડની બહાર લોખંડની જાળી પર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સુપ્રિટેન્ડન્ટે માહિતી આપી હતી કે આ અંગે હોસ્પિટલ પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. હમણાં પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહ્યા છે.

અધિકારીએ જણાવ્યું કે આ મામલે તેમણે શિમલાના ડેપ્યુટી કમિશનર ઓમપતિ જામવાલ સાથે વાત કરી છે અને મેજિસ્ટ્રેટ તપાસની વિનંતી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.