Not Set/ લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલનું પરિક્ષણ સફળ; DRDO પર ભારતને ગર્વ છે : રાજનાથસિંહ

ડીઆરડીઓએ તેની લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ (એટીજીએમ) નું એમ.બી.ટી. અર્જુન ટેંક પરથી કે.કે રેન્જ્સ, આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ (એસીસી અને એસ) અહમદનગર ગ્રાઉન્ડ ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણોમાં એટીજીએમે 3 કિ.મી.ના લક્ષ્યાંકને સફળતાપૂર્વક નષ્ટ કર્યુ હતું તેવી જાણકારી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા આપવામાં આવી હતી. લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ ચલાવવા […]

Uncategorized
565b15f214860a4c9cb32356d68702eb લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલનું પરિક્ષણ સફળ; DRDO પર ભારતને ગર્વ છે : રાજનાથસિંહ
565b15f214860a4c9cb32356d68702eb લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલનું પરિક્ષણ સફળ; DRDO પર ભારતને ગર્વ છે : રાજનાથસિંહ

ડીઆરડીઓએ તેની લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક મિસાઇલ (એટીજીએમ) નું એમ.બી.ટી. અર્જુન ટેંક પરથી કે.કે રેન્જ્સ, આર્મર્ડ કોર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલ (એસીસી અને એસ) અહમદનગર ગ્રાઉન્ડ ખાતેથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આ પરીક્ષણોમાં એટીજીએમે 3 કિ.મી.ના લક્ષ્યાંકને સફળતાપૂર્વક નષ્ટ કર્યુ હતું તેવી જાણકારી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા આપવામાં આવી હતી. લેસર-ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ ચલાવવા બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું છે કે, ટીમ ડીઆરડીઓ પર ભારતને ગર્વ છે.  ડીઆરડીઓ નજીકના ભવિષ્યમાં આયાતની પરાધીનતા ઘટાડવાની ખાતરીપૂર્વક કાર્ય કરી રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે, ભારતે અમેરિકાની નિકટતા અને ભારે દબાણ બાદ પણ પોતાનાં જુના સાથે રશિયા પાસેથી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલની ખરીદી કરી હતી અને જેના કારણે અમેરિકાનાં પેટમાં પણ તેલ રેડાયું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews