Not Set/ શું તમે જાણો છો વારાણસીની શિવાંગી સિંહ વિશે, આ છે દેશની પ્રથમ મહિલા પાઇલટ જે ઉડાવશે રાફાલ

દેશના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટ રાફેલનો સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોમાં એકમાત્ર અને દેશની પહેલી મહિલા ફ્લાઇટ લેફ્ટનન્ટ વારાણસીની શિવાંગી સિંહ છે. પુત્રીની સફળતા ફક્ત પરિવાર માટે જ નહીં, પરંતુ આખા શહેરને ગર્વ છે. વારાણસીના ફુલવારીયામાં શિવાંગીના ઘરે પડોશીના બાળકો એકઠા થયા હતા અને પરિવાર સાથે આ ખુશીની ઉજવણી પણ કરી હતી. ટૂર એન્ડ ટ્રાવેલનાં ધંધાર્થી પિતા કુમારશ્વરસિંહની મોટી પુત્રી શિવાંગી સિંહે વર્ષ 2017 માં પણ ઇતિહાસ […]

Uncategorized
83f2b3db37fd347edea8394e3170fdb4 2 શું તમે જાણો છો વારાણસીની શિવાંગી સિંહ વિશે, આ છે દેશની પ્રથમ મહિલા પાઇલટ જે ઉડાવશે રાફાલ
83f2b3db37fd347edea8394e3170fdb4 2 શું તમે જાણો છો વારાણસીની શિવાંગી સિંહ વિશે, આ છે દેશની પ્રથમ મહિલા પાઇલટ જે ઉડાવશે રાફાલ

દેશના સૌથી શક્તિશાળી ફાઇટર એરક્રાફ્ટ રાફેલનો સ્ક્વોડ્રોન ગોલ્ડન એરોમાં એકમાત્ર અને દેશની પહેલી મહિલા ફ્લાઇટ લેફ્ટનન્ટ વારાણસીની શિવાંગી સિંહ છે. પુત્રીની સફળતા ફક્ત પરિવાર માટે જ નહીં, પરંતુ આખા શહેરને ગર્વ છે. વારાણસીના ફુલવારીયામાં શિવાંગીના ઘરે પડોશીના બાળકો એકઠા થયા હતા અને પરિવાર સાથે આ ખુશીની ઉજવણી પણ કરી હતી.

1600857205 2 શું તમે જાણો છો વારાણસીની શિવાંગી સિંહ વિશે, આ છે દેશની પ્રથમ મહિલા પાઇલટ જે ઉડાવશે રાફાલ

ટૂર એન્ડ ટ્રાવેલનાં ધંધાર્થી પિતા કુમારશ્વરસિંહની મોટી પુત્રી શિવાંગી સિંહે વર્ષ 2017 માં પણ ઇતિહાસ રચ્યો હતો, જ્યારે તે એરફોર્સમાં ફાઇટર એરક્રાફ્ટ ઉડાળતી પાંચ મહિલા પાઇલટોમાંની એક હતી. હવે ત્રીજા વર્ષ માટે, તેણીએ તેના ઉત્કટ અને સખત મહેનતથી બીજી સિદ્ધિ હાંસલ કરી અને રાફેલ સ્ક્વોડ્રોનના ગોલ્ડન એરોમાં જોડાઇ છે. 

1600857355 2 શું તમે જાણો છો વારાણસીની શિવાંગી સિંહ વિશે, આ છે દેશની પ્રથમ મહિલા પાઇલટ જે ઉડાવશે રાફાલ

શિવાંગી સિંહ એક મહિનાની તકનીકી તાલીમ મેળવ્યા બાદ તે હવે રાફેલની ટીમનો ભાગ બની છે. આ મોકા પર પિતાએ કહ્યું કે એક દિવસ પહેલા જ તેણે દીકરી સાથે વાત કરી હતી અને માહિતી આપી હતી. અમને અમારી પુત્રી પર ગર્વ છે. તે અન્ય પુત્રીઓ માટે દાખલો બની છે. માતા સીમા સિંહ, ભાઈ મયંક, મોટા પિતા કુમારેશ્વર સિંહ, પિતરાઇ ભાઇ શુભાંશુ, હિમાંશુ વગેરે ઘરેનાં સભ્યો સહિત પુરુ વારાણસી શહેર શિવાંગી સિંહની આ સિધ્ધીને કારણે ફૂલ્યું સમાતુ નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews