Not Set/ મનપાને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કોરોના રીપોર્ટમાં જ વિશ્વાસ નથી, MLA ઇમરાન ખેડાવાલાને મનપા બોર્ડમાંથી જાકારો

  બોલો હવે, અમદાવાદ મનપાને રાજ્ય સરકાર દ્વારા કરાવેલા ટેસ્ટ માં જ વિશ્વાસ નથી. આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જમાલપુરના કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાને મેયરે કોરોના રીપોર્ટ નહિ કરાવવા બદલ બહાર કાઢી મુક્યા હતા. નોધનીય છે કે, વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના સત્ર માટે હાલમાં જ ટેસ્ટ કરાવ્યો હતો. અને તેમને વિધાનસભા […]

Ahmedabad Gujarat
341619bb8341525aa3e9e004cc0ed4fe મનપાને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કોરોના રીપોર્ટમાં જ વિશ્વાસ નથી, MLA ઇમરાન ખેડાવાલાને મનપા બોર્ડમાંથી જાકારો
341619bb8341525aa3e9e004cc0ed4fe મનપાને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા કોરોના રીપોર્ટમાં જ વિશ્વાસ નથી, MLA ઇમરાન ખેડાવાલાને મનપા બોર્ડમાંથી જાકારો 

બોલો હવે, અમદાવાદ મનપાને રાજ્ય સરકાર દ્વારા કરાવેલા ટેસ્ટ માં જ વિશ્વાસ નથી. આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જમાલપુરના કાઉન્સિલર ઇમરાન ખેડાવાલાને મેયરે કોરોના રીપોર્ટ નહિ કરાવવા બદલ બહાર કાઢી મુક્યા હતા.

નોધનીય છે કે, વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભાના સત્ર માટે હાલમાં જ ટેસ્ટ કરાવ્યો હતો. અને તેમને વિધાનસભા ગૃહમાં બેસવા માટે ની પરવાનગી પણ સરકાર દ્વારા આપવામાં આવી હતી. હવે આજ રીપોર્ટ અમદાવાદ મનપા દ્વારા અમાન્ય ગણવામાં આવ્યો છે. ઇમરાન ખેડાવાલને બોર્ડ રૂમમાં આવ્યા કે કહેવામાં આવ્યું કે તમે ટેસ્ટ કરાવ્યો ના હોવાથી બોર્ડમાં બેસી શકશો નહિ.

ઇમરાન ખેડાવાલાએ વિધાનસભા સત્ર માટે કરાવેલ ટેસ્ટનો રિપોર્ટ બતાવ્યો પણ તે માન્ય રાખવામાં આવ્યો નાં હતો. આ અંગે કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે  વિધાનસભા રિપોર્ટ માન્ય ગણતી હોય અને વિધાનસભામાં બેસવાની મંજૂરી હોય તો કોર્પોરેશન બોર્ડમાં કેમ નહીં?  મેયર નું આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે મને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.