Not Set/ અમદાવાદ/ થલતેજમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ

સલામત અમદાવાદ ના દાવાઓ વચ્ચે થલતેજ વિસ્તારમાં લૂંટ ની ઘટના સામે આવી છે. જોકે આ અંગે ની જાણ સોલા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાંજના સુમારે  સોમવિલા બંગલોમાં એક શખ્સ ઘસી આવે છે અને છરી બતાવી મકાન મલિક જોડે લૂંટ ચલાવે છે. લૂંટ ની રકમ હજી શોધી પોલીસ ચોપડે […]

Ahmedabad Gujarat
0707ae276c3ff50e4a33693171c7b1b2 અમદાવાદ/ થલતેજમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ
0707ae276c3ff50e4a33693171c7b1b2 અમદાવાદ/ થલતેજમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી ચલાવી લૂંટ

સલામત અમદાવાદ ના દાવાઓ વચ્ચે થલતેજ વિસ્તારમાં લૂંટ ની ઘટના સામે આવી છે. જોકે આ અંગે ની જાણ સોલા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સાંજના સુમારે  સોમવિલા બંગલોમાં એક શખ્સ ઘસી આવે છે અને છરી બતાવી મકાન મલિક જોડે લૂંટ ચલાવે છે. લૂંટ ની રકમ હજી શોધી પોલીસ ચોપડે નોંધાઇ નથી. પરંતુ ફરિયાદી ના જણાવ્યા અનુસાર એક સોનાની વીંટી તથા અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી છે.

મળતી માહિતી અનુસાર, થલતેજ વિસ્તારમાં આવેલ સોમવીલા સોસાયટીમાં રહેતા અને જીસીએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા ભવ્ય દરજી બપોરના સમયે ઘરે હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો ઘરમાં ધસી આવ્યા હતા. શખ્સોએ છરી બતાવીને બ્રેસલેટ તેમજ વીંટી લૂંટી લીધી હતી.

જો કે બાદમાં આરોપી ફરિયાદની તેની માતા પિતાના રૂમમાં લઇ ગયો હતો કબાટમાંથી રૂપિયા બે લાખ કાઢી લાવવા માટે માંગ કરી હતી. જો કે ફરિયાદીએ જણાવ્યું કે, કબાટની ચાવી તેના માતા-પિતા લઇ ગયા છે. જેથી આરોપીએ ધમકી આપી કે જો રૂપિયા નહી આપે તો ચપ્પુ મારશે. ત્યાર બાદ આરોપીઓએ તેને ધક્કો મારી બેટ પર ઉંધો સુવડાવીને ચાર્જિંગ કેબલથી તેનો હાથ બાંધી દીધો હતો. પગમાં સેલોટેપ મારી દીધી હતી. કબાટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નહીં તુટતા ટેબલ પર પટેલ ચાંદીની વાટકી ગ્લાસ સહિતની વસ્તુઓ લઇને નાસી છુટ્યા હતા.

ડોક્ટરનાં ઘરની નજીક બે આઇપીએસ અધિકારીઓ પણ રહે છે. તેથી આ સોસાયટી ખુબ જ હાઇપ્રોફાઇલ હોવા છતા આરોપીએ જે પ્રકારે લૂંટ ચલાવી તે જોતા લોકોનાં મનમાં પોલીસ પ્રત્યે હવે કોઇ જ ડર રહ્યો નથી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.