Gujarat election 2022 પૂરી થવાની સાથે અને ભાજપનો વિજય સુનિશ્ચિત થવાની સાથે ભાજપે શિસ્તનો કોરડો વીંઝ્વા માંડયો છે. પક્ષે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 27 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. તેમા મહીસાગર જિલ્લાના 27 કાર્યકરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પૂર્વે પણ પક્ષે 19 બળવાખોર ઉમેદવારોને સસ્પેન્ડ કર્યા હતા.
સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરોમાં એસસી મોરચાના ઉપપ્રમુખ જયંતિ સોલંકી, રાજકીય પ્રતિક્રિયા વિભાગના હર્ષ દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લુણાવાડા મંડળના મંત્રી મેઘા પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુવા મોરચે ઉપપ્રમુખ રોહિત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બક્ષીપંચ મોરચા પ્રમુખ દિનેશ ડામોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લુણાવાડા યુવા મોરચે સેલના હરિવદન પટેલને સસ્પેન્ડ કરાયા છે. લુણાવાડા મંડલના ઉપાધ્યાક્ષ સુરેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ખાનપુર એપીએમસીના ચેરમેન ભૂલાભાઈ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખાનપુર તાલુકા મંડલ અધ્યક્ષ દીપક જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મહિલા મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ હર્ષાબેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લુણાવાડા એપીએમસીના ચેરમેન ગોવિંદ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લા મીડિયા વિભાગના પિન્કેશ ઉપાધ્યાયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હવે પક્ષના કાર્યકરોમાં જોઈએ તો શામણા તાલુકા પંચાયત સભ્ય અમિત પટેલ, ભોજા તાલુકા પંચાયતના સભ્ય ભાવનાબેન પટેલ, કારોબારી સભ્ય યોગેશ પટેલ, વીરાણિયા તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્ર પટેલ, એસસી મોરચાના સભ્ય ઇન્દુભાઈ સોલંકી, લુણાવાડા તાલુકાના કોષાધ્યક્ષ વિનય પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેની સાથે લુણાવાડા નગરપાલિકાના સભ્ય બિનિતા દોશી પણ સસ્પેન્ડ કરાયા હતા. સક્રિય કાર્યકર દીપ દોશી, પ્ર. શિક્ષણ સમિતિના મહેન્દ્ર પટેલ, સક્રિય કાર્યકર ડો. કીર્તિ પટેલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ યાદી અહીં જ પૂરી થતી નથી, આ સિવાય સક્રિય સભ્ય તારાબેન પંડ્યા, ખાનપુર તાલુકા મંડલના સક્રિય સભ્ય મહેન્દ્ર પટેલ, સંતરામપુરના સક્રિય સભ્ય ગોપાલ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
Gujarat Election/ભપેન્દ્ર પટેલ ગુજરાતમાં તોડી શકે PM મોદીનો રેકોર્ડ
Gujarat Election/PM મોદીની મહેનત પર ભાવુક થયા મોટા ભાઈ, આપી આ સલાહ