Not Set/ બિહારની ચૂંટણીની જાહેરાત બાદ સુશાંતના પિતા પહોંચ્યા નીતીશ કુમારની મુલાકાતે

  બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ, પુત્રી રાની, જમાઈ ઓ.પી.સિંઘ બુધવારે સીએમ નીતીશ કુમારને મળ્યા હતા. આ દરમિયાન 15-20 મિનીટ વાતચીત થઈ. સુશાંતના પિતાએ કહ્યું કે આ કેસની તપાસ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે જેના કારણે પરિવારના લોકો દુખી છે. આ ઘટના અંગે ચર્ચા કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે આઇપીએસ અધિકારીને […]

India
3458fe38d10261536a3906853432b979 બિહારની ચૂંટણીની જાહેરાત બાદ સુશાંતના પિતા પહોંચ્યા નીતીશ કુમારની મુલાકાતે
3458fe38d10261536a3906853432b979 બિહારની ચૂંટણીની જાહેરાત બાદ સુશાંતના પિતા પહોંચ્યા નીતીશ કુમારની મુલાકાતે 

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંઘ, પુત્રી રાની, જમાઈ ઓ.પી.સિંઘ બુધવારે સીએમ નીતીશ કુમારને મળ્યા હતા. આ દરમિયાન 15-20 મિનીટ વાતચીત થઈ. સુશાંતના પિતાએ કહ્યું કે આ કેસની તપાસ ખૂબ જ ધીમી ગતિએ થઈ રહી છે જેના કારણે પરિવારના લોકો દુખી છે.

આ ઘટના અંગે ચર્ચા કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે આઇપીએસ અધિકારીને અહીંથી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમને ત્યાં આઈસોલેટ કરવામાં આવ્યા હતા. તપાસ અંગે સીએમ નીતીશ કુમાર સાથે વાત કર્યા બાદ સુશાંતના પિતા ફ્લાઇટથી દિલ્હી પરત ફર્યા હતા. તે તેમના પટનાના નિવાસ સ્થાન રાજીવનગરગયા નાં હતા.

જણાવી દઈએ કે મુખ્યમંત્રીની પહેલ બાદ જ પટનામાં સુશાંત કેસમાં એફઆઈઆર નોંધાઈ હતી. સુશાંત સિંહના પિતા અને મુખ્ય પ્રધાન નીતીશ કુમારે આ કેસમાં તપાસની પ્રગતિ વિશે વાત કરી હતી.

સુશાંત કેસમાં મુખ્યમંત્રીએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જેના પછી કેન્દ્રએ તેમાં મહોર લગાવી દીધી હતી. હાલમાં આ મામલે એનસીબી, સીબીઆઈ, ઇડી કેસની તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.