Not Set/ હાથરસની ઘટનાનું પુનરાવર્તન, બલરામપુરમાં યુવતી સાથે ગેંગરેપ બાદ નરાધમોએ કર્યુ આવુ…

યુપીનાં હાથરસમાં દલિત યુવતી સાથે જે બન્યું તેવા મોટા આંચકાથી લોકો હજી બહાર પણ નથી નિકળ્યા કે તે જ રાજ્યનાં બલરામપુરની બીજી 22 વર્ષીય દલિત યુવતી સાથે સામુહિક બળાત્કાર અને હેવાનિયતનાં સમાચારોએ બધાને હચમચાવી નાખ્યા છે. સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવવામાં આવ્યો છે. બંને આરોપી છોકરાઓએ મિત્રતાનાં બહાને દલિત યુવતીને બોલાવી હતી અને ત્યારબાદ […]

India
5c704d4df2251668578a6e9cd940570b હાથરસની ઘટનાનું પુનરાવર્તન, બલરામપુરમાં યુવતી સાથે ગેંગરેપ બાદ નરાધમોએ કર્યુ આવુ...
5c704d4df2251668578a6e9cd940570b હાથરસની ઘટનાનું પુનરાવર્તન, બલરામપુરમાં યુવતી સાથે ગેંગરેપ બાદ નરાધમોએ કર્યુ આવુ...

યુપીનાં હાથરસમાં દલિત યુવતી સાથે જે બન્યું તેવા મોટા આંચકાથી લોકો હજી બહાર પણ નથી નિકળ્યા કે તે જ રાજ્યનાં બલરામપુરની બીજી 22 વર્ષીય દલિત યુવતી સાથે સામુહિક બળાત્કાર અને હેવાનિયતનાં સમાચારોએ બધાને હચમચાવી નાખ્યા છે. સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવવામાં આવ્યો છે.

બંને આરોપી છોકરાઓએ મિત્રતાનાં બહાને દલિત યુવતીને બોલાવી હતી અને ત્યારબાદ ગેંગરેપ કર્યો હતો. આ શરમજનક ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓએ યુવતીને રિક્ષામાં બેસાડીને તેના ઘરે મોકલી દીધી હતી. જે બાદ તે યુવતીનું મોત નીપજ્યું હતું. પોલીસે ગેંગરેપનાં બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, પીડિતા ગઈકાલે રિક્ષામાં તેના હાથમાં ગ્લુકોઝ લગાવીને ઘરે પરત આવી હતી. તેનો પરિવાર તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો પરંતુ તેણે રસ્તામાં જ દમ તોડી દીધા હતા. ગેંગરેપનાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર મુજબ ગેંગરેપની આ ઘટના બલરામપુરનાં ગાસડી કોતવાલી વિસ્તારની છે. દલિત યુવતીનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે 29 સપ્ટેમ્બરનાં રોજ સવારે 10 વાગ્યે યુવતી બી.કોમ.માં પ્રવેશ માટે ઘરેથી નીકળી હતી, પરંતુ તે ઘરે પરત ફરી ન હોતી. સાંજે પાંચ વાગ્યે તેની તપાસ કરવામાં આવી હતી. આ પછી, સાંજે સાત વાગ્યે પીડિતા ખરાબ રીતે ઘાયલ હાલતમાં રિક્ષામાં ઘરે પહોંચી હતી. તેની હાલત જોઈને ઘરનાં લોકોએ પૂછપરછ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ તેણીને દુ:ખાવો થવા લાગ્યો હતો.

પીડિતાની માતાએ આરોપ લગાવ્યો છે કે, ક્રૂરતાનાં કૃત્યમાં તેની પુત્રીને ઇંજેક્શન આપ્યા બાદ કમર અને બંને પગ તૂટી ગયા હતા અને ત્યારબાદ તેને રીક્ષા પર બેસીને ઘરે મોકલી દેવાઇ હતી, ત્યારબાદ તે કંઇ બોલી શકી ન હોતી. જોકે બલરામપુર પોલીસે આ આરોપોને નકારી કાઢ્યા હતા. બલરામપુર પોલીસનું કહેવું છે કે, આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓને તુરંત કાર્યવાહી કર્યા બાદ ધરપકડ કરી લીધી છે, તેમના હાથ અને પગ તોડવાની વાત સાચી નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં આની પુષ્ટિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.