Not Set/ હાથરસ જઇ રહેલા રાહુલ-પ્રિયંકાનાં કાફલાને રોકાયો, પગપાળા થયા રવાના

  ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની પીડિતાને લઇને રાજકારણ ગરમાઇ ગયુ છે. વળી પીડિત પરિવારને મળવા જઇ રહેલા રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશ પ્રભારી તથા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં કાફલાને ગ્રેટર નોઇડાની નજીક પોલીસે રોકી દીધો હતો. જે બાદ બન્ને નેતાઓ કારથી ઉતરીને પગપાળા જ હજારો કાર્યકર્તાઓની સાથે હાથરસ માટે આગળ […]

Uncategorized
3d899cc1de221ce10eb1263b59294c49 હાથરસ જઇ રહેલા રાહુલ-પ્રિયંકાનાં કાફલાને રોકાયો, પગપાળા થયા રવાના
3d899cc1de221ce10eb1263b59294c49 હાથરસ જઇ રહેલા રાહુલ-પ્રિયંકાનાં કાફલાને રોકાયો, પગપાળા થયા રવાના 

ઉત્તર પ્રદેશનાં હાથરસ જિલ્લામાં દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની પીડિતાને લઇને રાજકારણ ગરમાઇ ગયુ છે. વળી પીડિત પરિવારને મળવા જઇ રહેલા રાહુલ ગાંધી અને ઉત્તર પ્રદેશ પ્રભારી તથા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનાં કાફલાને ગ્રેટર નોઇડાની નજીક પોલીસે રોકી દીધો હતો. જે બાદ બન્ને નેતાઓ કારથી ઉતરીને પગપાળા જ હજારો કાર્યકર્તાઓની સાથે હાથરસ માટે આગળ વધી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, નોઇડા પોલીસે 0 પોઇન્ટથી યમુના એક્સપ્રેસ વે સુધી ચઢવા માટે બેરીકેડ દ્વારા તમામ માર્ગો બંધ કરી દીધા છે. કોંગ્રેસનાં કાર્યકરોએ જ્યારે બેરીકેડ હટાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસ દળ અને કોંગ્રેસીઓ વચ્ચે હંગામો થયો હતો. પોલીસે કાફલાનાં વાહનોને અટકાવ્યા બાદ રાહુલ અને પ્રિયંકા કોંગ્રેસનાં કાર્યકરો સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં પગપાળા જ હાથરસ માટે રવાના થયા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ લાઈનથી વધુ ફોર્સ ઝીરો પોઇન્ટ પર મંગાવવામાં આવી છે. બીજી તરફ, નોઈડા અને ગ્રેટર નોઈડાનાં કોંગ્રેસીઓનાં ટોળા પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.