Not Set/ હાથરસ બાદ યુપીની યોગી સરકાર એકશનમાં, બલરામપુર ગેંગરેપ નાં આરોપી વિરુદ્ધ રસુકા અંતર્ગત કાર્યવાહી

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુર જિલ્લાના ગાસડી કોટવાલી ગામે દલિત યુવતી સાથે બળાત્કારની ઘટનાને ગંભીરતાથી લીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સૂચનાથી વધારાના મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થિ અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર ગામમાં પહોંચ્યા હતા અને મૃતક યુવતીના સબંધીઓને મળ્યા હતા. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સરકારના બંને અધિકારીઓએ કહ્યું હતું કે આરોપીઓ ઉપર આરોપ મૂકવામાં આવશે. તેમજ પૂછપરછ […]

Uncategorized
9a4703539ec99a00bd42bc7e725b5ec0 હાથરસ બાદ યુપીની યોગી સરકાર એકશનમાં, બલરામપુર ગેંગરેપ નાં આરોપી વિરુદ્ધ રસુકા અંતર્ગત કાર્યવાહી
9a4703539ec99a00bd42bc7e725b5ec0 હાથરસ બાદ યુપીની યોગી સરકાર એકશનમાં, બલરામપુર ગેંગરેપ નાં આરોપી વિરુદ્ધ રસુકા અંતર્ગત કાર્યવાહી

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુર જિલ્લાના ગાસડી કોટવાલી ગામે દલિત યુવતી સાથે બળાત્કારની ઘટનાને ગંભીરતાથી લીધી છે. રવિવારે મુખ્યમંત્રીની સૂચનાથી વધારાના મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થિ અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર ગામમાં પહોંચ્યા હતા અને મૃતક યુવતીના સબંધીઓને મળ્યા હતા. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સરકારના બંને અધિકારીઓએ કહ્યું હતું કે આરોપીઓ ઉપર આરોપ મૂકવામાં આવશે. તેમજ પૂછપરછ માટે ધરપકડ કરાયેલા આરોપીઓને પોલીસ રિમાન્ડ પર પણ લેવામાં આવશે. જે દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રવિવારે વધારાના મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થી અને એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર બપોરે 2.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા તુલસીપુર પહોંચ્યા હતા. જ્યાંથી ડીએમ અને એસપી સાથે બંને અધિકારીઓ ગાસડી કોટવાલી ગામે પહોંચ્યા હતા. ગત મંગળવારે ગામની 22 વર્ષીય દલિત યુવતી સાથે દુર્ઘટના બની હતી, જેમાં બાળકીની હત્યા પણ કરાઈ હતી. ગામ પહોંચતાં બંને અધિકારીઓએ મૃતક યુવતીની સગા સંબંધીઓને મળી તેમને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી હતી.

અધિકારીઓએ કહ્યું હતું કે જે દોષી છે તેને કોઇ પણ કિંમતે બચાવ દેવામાં નહીં આવે. અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનિશ અવસ્થીએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ રસુકા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાનો પર્દાફાશ કરવા આરોપીને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવશે. કહ્યું હતું કે આ બાબતને સરકાર દ્વારા આ મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવાની ભલામણ કરવામાં આવશે.

એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે કહ્યું કે મુખ્યમંત્રી મહિલાઓ અને છોકરીઓ સાથે થતા ગુનાઓ પ્રત્યે ગંભીર છે. આ બનાવમાં અન્ય કેટલા લોકો સંડોવાય છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાનો સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રી સમક્ષ રજુ કરવામાં આવશે. કહ્યું કે આવી ઘટના સહન કરી શકાતી નથી. જે લોકો આ ઘટનામાં સામેલ થશે તેમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ કૃષ્ણા કરુણેશ, એસપી દેવરંજન વર્મા અને અન્ય ઘણા હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews