Not Set/ રેસીપી: સાંજના નાસ્તામાં ટ્રાય કરો પાલકના મસાલદાર ડમ્પલીંગ

સામગ્રી 1 1/2 કપ ઝીણી સમારેલી પાલક 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ 2 ટેબલસ્પૂન ચણાનો લોટ 1 1/2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ 1 ટીસ્પૂન તાજું લૉ-ફેટ દહીં એક ચપટીભર હીંગ 1/2 ટીસ્પૂન સાકર 1 ટીસ્પૂન તેલ મીઠું (સ્વાદાનુસાર) પીરસવા માટે લીલી ચટણી બનાવાની રીત એક ઊંડા બાઉલની અંદર બધી જ વસ્તુઓ ભેગી કરીને તેમાં પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો. […]

Uncategorized
nenee રેસીપી: સાંજના નાસ્તામાં ટ્રાય કરો પાલકના મસાલદાર ડમ્પલીંગ

સામગ્રી

1 1/2 કપ ઝીણી સમારેલી પાલક
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
2 ટેબલસ્પૂન ચણાનો લોટ
1 1/2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ
1 ટીસ્પૂન તાજું લૉ-ફેટ દહીં
એક ચપટીભર હીંગ
1/2 ટીસ્પૂન સાકર
1 ટીસ્પૂન તેલ
મીઠું (સ્વાદાનુસાર)

પીરસવા માટે
લીલી ચટણી

બનાવાની રીત

એક ઊંડા બાઉલની અંદર બધી જ વસ્તુઓ ભેગી કરીને તેમાં પાણીનો ઉપયોગ કર્યા વગર તેને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી લો દરેક ભાગના ગોળ બોલ બનાવી લો.

એક 150 મી. મી. (6)ના વ્યાસની તેલ ચોપડેલી ગોળ થાળીમાં આ ડમ્પલીંગ ગોઠવી, થાળીને સ્ટીમરમાં મૂકી 7 થી 8 મિનિટ સુધી ડમ્પલીંગ બરોબર બફાઇને રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.

તરત જ લીલી ચટણી સાથે પીરસો.