Not Set/ કેસરી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ, 24માં દિવસે કરી આટલી કમાણી

મુંબઈ, અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ કેસરી હજી પણ ધમધોકાર કમાણી કરી રહી છે.  આ ફિલ્મની કમાણીમાં જે ઉછાળો આવ્યો છે તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે.  રીલીઝના આટલા દિવસો પછી પણ ફિલ્મ સરસ કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે અક્ષય કુમારની ફિલમ કેસરી શનિવારે  1.25 કરોડની કમાણ કરી […]

Uncategorized
kesari poster કેસરી બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ, 24માં દિવસે કરી આટલી કમાણી

મુંબઈ,

અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા અભિનિત ફિલ્મ કેસરી હજી પણ ધમધોકાર કમાણી કરી રહી છે.  આ ફિલ્મની કમાણીમાં જે ઉછાળો આવ્યો છે તે જોઈને લોકો હેરાન થઈ ગયા છે.  રીલીઝના આટલા દિવસો પછી પણ ફિલ્મ સરસ કમાણી કરી રહી છે.

બોક્સ ઓફિસ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે અક્ષય કુમારની ફિલમ કેસરી શનિવારે  1.25 કરોડની કમાણ કરી ચૂકી છ. અને રવિવારે આશરે 1.50 કરોડની કમાણી કરી હશે, જો ફિલ્મે આ આંકડો પાર કર્યો તો તેનું ભારતમાં કુલ કલેક્શન 150 કરોડને આસપાસ પહોંચ્યુ ગણાશે.  જોકે હજુ સોમવારના આંકડા આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે તેમ  છતાં ફિલ્મ 150 કરોડ સરળતાથી  કમાઈ લેશે તેવું ફિલ્મ વિશ્લેશ્કો માની રહ્યા છે.

કેસરી ફિલ્મ રીલીઝના 24 દિવસ બાદ પણ જે રીતે કરોડોની કમાણી કરી રહી છે તે જોતા ફિલ્મ જગતના લોકો હેરાન છે  કારણ કે આ દિવસો દરમિયાન ઘણી મોટી ફિલ્મ રીલીઝ થઈ છે  પરંતુ તેની અસર કેસરીની કમાણીને થઈ નથી. અને હજી પણ ફિલ્મ કમાણી કરી રહી છે.  કેસરીએ રજૂ થયાના પ્રથમ શુક્રવારે 60-70 લાખ સુધીની કમાણી કરી હતી. 24 દિવસ બાદ પણ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી હોય તો તેને ઘણો સારો બિઝનેસ ગણાય છે

ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે  કેસરીએ પ્રથમ વીકમાં  105. 86 કરોડ, બીજા વીકમાં 29.66 કરોડ અને ત્રીજા વીકમાં 11.69 કરોડની કમાણી કરી હતી. તેમજ ગત વીકએન્ડમાં   શનિવારે 2.62 કરોડ, રવિવારે 3.23 કરોડ , સોમવારે 1.20 કરોડ, મંગળવારે 1.02 કરોડ અને બુધવારે 1.02 કરોડ તેમજ ગુરૂવારે95 લાખ રૂપિયાની કમાણી કરી હતી.

ચોથા વીકની  શાનદાર શરૂઆત કરતા શુક્રવારે 70 લાખની કમાણી કરી હતી. અક્ષયની આ ફિલ્મને માઉથ ટુ માઉથ સારું પ્રમોશન મળી રહ્યું છે.