Not Set/ મણિપુરની તર્જ પર બિહારમાં ચૂંટણી લડશે BJP અને LJP, નીતીશ કુમારના નેતૃત્વને લગાવી ઠોકર

લોક જનશક્તિ પાર્ટી બિહારમાં એકલા હાથે નસીબ અજમાવશે. ઘણા દિવસોની તકરાર બાદ અંતે એલજેપીએ બિહારના એનડીએથી અલગ થવાની જાહેરાત કરી. જો કે, મણિપુરની તર્જ પર, પાર્ટી કેન્દ્રમાં એનડીએનો ભાગ રહેશે. આ સાથે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી બાદ એલજેપીના તમામ ધારાસભ્યો ભાજપને ટેકો આપશે. આપને જણાવી દઇએ કે, મણિપુરમાં એલજેપી અને ભાજપ આ ફોર્મ્યુલા હેઠળ ચૂંટણી લડ્યા હતા. 2017 […]

Uncategorized
2a310c8c734b0cf9deb85557a9f82590 2 મણિપુરની તર્જ પર બિહારમાં ચૂંટણી લડશે BJP અને LJP, નીતીશ કુમારના નેતૃત્વને લગાવી ઠોકર
2a310c8c734b0cf9deb85557a9f82590 2 મણિપુરની તર્જ પર બિહારમાં ચૂંટણી લડશે BJP અને LJP, નીતીશ કુમારના નેતૃત્વને લગાવી ઠોકર

લોક જનશક્તિ પાર્ટી બિહારમાં એકલા હાથે નસીબ અજમાવશે. ઘણા દિવસોની તકરાર બાદ અંતે એલજેપીએ બિહારના એનડીએથી અલગ થવાની જાહેરાત કરી. જો કે, મણિપુરની તર્જ પર, પાર્ટી કેન્દ્રમાં એનડીએનો ભાગ રહેશે. આ સાથે પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી બાદ એલજેપીના તમામ ધારાસભ્યો ભાજપને ટેકો આપશે.

આપને જણાવી દઇએ કે, મણિપુરમાં એલજેપી અને ભાજપ આ ફોર્મ્યુલા હેઠળ ચૂંટણી લડ્યા હતા. 2017 મણિપુર વિધાનસભાની ચૂંટણીમાં એલજેપી ભાજપથી છૂટા પડી અને લડ્યા. બાદમાં એલજેપી સરકારમાં જોડાયા. એલજેપી મુખ્યમંત્રી વિરેન્દ્રસિંહની સરકારમાં શામેલ છે.

એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં રવિવારે યોજાયેલી સંસદીય બોર્ડની બેઠકમાં હાલની રાજકીય સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી. ચિરાગ પાસવાને બેઠક વહેંચણી અંગે ભાજપ સાથેની વાતચીત અંગે માહિતી આપી હતી. પાર્ટીએ નિર્ણય લીધો છે કે એલજેપી મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી નહીં લડે. પાર્ટી ‘બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટ’ ના નારા સાથે ચૂંટણી લડશે.

એલજેપીનું કહેવું છે કે, ચૂંટણીઓ પછી પાર્ટીના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ માર્ગ પર રહીને ભાજપ-એલજેપી સરકાર બનાવશે. પાર્ટીએ આશા વ્યક્ત કરી છે કે કેન્દ્રની તર્જ પર બિહારમાં ભાજપ-એલજેપીની સરકાર બનશે. જેથી ‘બિહાર ફર્સ્ટ-બિહારી ફર્સ્ટ’ લાગુ કરી શકાય. એલજેપીના પ્રવક્તા અશરફ અન્સારીએ કહ્યું કે એક કે બે દિવસમાં પાર્ટી પ્રથમ તબક્કા માટે ઉમેદવારોની ઘોષણા કરશે. 

લોક જનશક્તિ પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક શનિવારે યોજાવાની હતી, પરંતુ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની તબિયત લથડતા તેને રવિવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. હકીકતમાં, સીટ વહેંચણીને લઈને ચિરાગ પાસવાને ઘણી વખત ભાજપ અધ્યક્ષ જે.પી. ચિરાગ પાસવાન ગૃહ પ્રધાન અમિત શાહને પણ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews