Not Set/ PM પર રાહુલનો કટાક્ષ, ખાલી ટનલમાં હાથ મિલાવવાનું છોડો, દેશનાં સવાલોનો જવાબ આપો

  કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કડક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ જી, એકલા ટનલમાં હાથ મિલાવવાનું છોડુ, તમારુ મૌન તોડો. સવાલોનો સામનો કરો, દેશ તમને ઘણું પૂછી રહ્યો છે. રાહુલ ગાંધીએ […]

Uncategorized
c860b4942d2ffe83ad5262c47f345dc8 PM પર રાહુલનો કટાક્ષ, ખાલી ટનલમાં હાથ મિલાવવાનું છોડો, દેશનાં સવાલોનો જવાબ આપો
c860b4942d2ffe83ad5262c47f345dc8 PM પર રાહુલનો કટાક્ષ, ખાલી ટનલમાં હાથ મિલાવવાનું છોડો, દેશનાં સવાલોનો જવાબ આપો 

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કડક હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરીને મોદી સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરી લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ જી, એકલા ટનલમાં હાથ મિલાવવાનું છોડુ, તમારુ મૌન તોડો. સવાલોનો સામનો કરો, દેશ તમને ઘણું પૂછી રહ્યો છે. રાહુલ ગાંધીએ જે વીડિયો શેર કર્યો છે તેમા કોરોના સંકટ, દેશની અર્થવ્યવસ્થા, ખેડૂતોનું બિલ, ભારત-ચીન વિવાદ, હાથરસની ઘટના અંગે રાહુલ ગાંધીએ જુદા જુદા સમયે જે કહ્યું છે તે સંકલિત કર્યું છે.

આ પણ વાંચો – ગાંધીનગર/ પેટા ચૂંટણી પૂર્વે પાટનગરમાંથી ઝડપાઈ પાકિસ્તાનની ચલણી નોટ, તંત્ર એલર્ટ

આપને જણાવી દઇએ કે, કૃષિ કાયદા રાહુલ ગાંધીએ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. તેમણે પંજાબમાં આ કાયદાની વિરુદ્ધ યાત્રા નિકાળી અને તેને પરત ખેંચવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ કાયદો ખેડૂતોની વિરુદ્ધ છે. આ પહેલા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશનાં હાથરસ પહોંચ્યા હતા, જ્યાં એક યુવતી પર ગેંગરેપ થયો હોવાના આક્ષેપ થયા હતા અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પીડિત પરિવારને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેઓ તેમની સાથે ઉભા છે અને તેઓને આ કેસમાં ચોક્કસ ન્યાય અપાવશે.

આ પણ વાંચો – કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ

આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ હરિયાણામાં એક રેલીને સંબોધન કરતાં મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. ચીન દ્વારા ભારતની જમીન પડાવી લેવાનો આરોપ લગાવતા કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ પૂરી દુનિયામાં એક જ એવો ભારત દેશ છે જેની ભૂમિ બીજા દેશે પડાવી લીધી છે અને  ડરપોક વડા પ્રધાન કહે છે કે કોઈએ અમારી જમીન લીધી નથી અને વડા પ્રધાન પોતાને દેશભક્ત કહે છે. જો અમે સત્તામાં હોત, તો અમે 15 મિનિટથી ઓછા સમયમાં ચીનને બહાર નિકાળી દીધુ હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.