Not Set/ ટ્રાફિકના નિયમોને ભંગ કરતા અમદાવાદીઓનું ઇ મેમો ચલણનું 112 કરોડનું દેવું…..

  આમ તો સરકારી નીતિના કારણે ગુજરાતીઓ માથે કરોડો રૂપિયાનું દેવું તો છે  જ પરંતુ અમદાવાદીઓએ પોતે કરેલી ભૂલના કારણે પણ ભારે દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે. અમદાવાદીઓ માથે માત્ર ટ્રાફિક વિભાગનું જ ૧૧૨ કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના મેમો બનાવી દીધા છે પરંતુ અમદાવાદીઓ એ દેવું ભરવામાં […]

Ahmedabad Gujarat
d2f9572ab471596521a8fc489a02eb04 ટ્રાફિકના નિયમોને ભંગ કરતા અમદાવાદીઓનું ઇ મેમો ચલણનું 112 કરોડનું દેવું.....
d2f9572ab471596521a8fc489a02eb04 ટ્રાફિકના નિયમોને ભંગ કરતા અમદાવાદીઓનું ઇ મેમો ચલણનું 112 કરોડનું દેવું..... 

આમ તો સરકારી નીતિના કારણે ગુજરાતીઓ માથે કરોડો રૂપિયાનું દેવું તો છે  જ પરંતુ અમદાવાદીઓએ પોતે કરેલી ભૂલના કારણે પણ ભારે દેવાના બોજ હેઠળ જીવી રહ્યા છે. અમદાવાદીઓ માથે માત્ર ટ્રાફિક વિભાગનું જ ૧૧૨ કરોડનું દેવું હોવાનું સામે આવ્યું છે.

ટ્રાફિક વિભાગ દ્વારા કરોડો રૂપિયાના મેમો બનાવી દીધા છે પરંતુ અમદાવાદીઓ એ દેવું ભરવામાં નીરસ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં અધ્યાધુનીક ટેકનોલોજી વિકસાવવાનું આયોજન થયું હતું જેના ભાગ રૂપે શહેરના અનેક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા જેના આધારે ઈ ચલણ બનાવવની શરૂઆત વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી હતી ટ્રાફિક વિભાગના આંકડા મુજબ જો વાત કરીએ તો ૧૧૨ કરોડથી વધારેની રકમનું દેવું અમદાવાદીઓ પર છે. જે રકમ હજી પણ ભરવાની બાકી છે. આ છેલ્લા ૫ વર્ષમાં અમદાવાદીઓએ ૩૯ કરોડ જેટલી રકમ તો સરકારની તિજોરીમાં ભરી દીધી છે.

ટ્રાફિક વિભાગે અત્યાર સુધી ૩૭૮૦૯૪૫ મેમો જનરેટ કર્યા છે જેનો કરોડો રૂપિયાનો દંડ આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે ૧૦ કરોડથી વધારેની રકમ નો દંડ માત્ર સ્ટોપ લાઈન ભંગનો છે તો એ બાદ અમદાવાદીઓએ હેલ્મેટ વગર વહન ચલાવીને ૧ કરોડની રકમના દંડિત થયા છે. સવાલ હવે એ ઉઠી રહ્યો છે કે આટલી મોટી રકમનો દંડ કેવી રીતે સરકાર વસુલે તો તેના માટે ડીસીપી ટ્રાફિક ઇસ્ટ અને વેસ્ટ દ્વારા રીકવરી ટીમ બનાવી છે જે કોઇપણ પોઈન્ટ પર રહે છે અને વાહન રોકી સોફ્ટવેરના માધ્યમથી ચકાસે છે જો દંડ બાકી હોય તો તેની વસુલી સ્થળ પર જ કરે છે. આમ બંને ટીમ દ્વારા દરરોજ ૧ લાખથી વધારેની રકમનો દંડ વસુલી રહી છે. તો સાથે સાથે જેના છેલ્લા ઘણા સમયથી દંડ બાકી હોય તેને નોટીસ મોકલી દંડ ભરવા માટે જણાવવામાં આવે છે.

ટ્રાફિક વિભાગ દ્વારા શહેરના ૬૫ જંકસન પર ઓટો સીસ્ટમ લગાવવામાં આવી છે જેના કારણે કોઇપણ વહન સ્ટોપ લાઈન ભંગ કરે તો તેનો મેમો ઓટોમેટીક જનરેટ થઇ જાય છે. તો એ સિવાય ૧૫૦૦ જેટલા મેમો મેન્યુઅલ જનરેટ કરવામાં આવે છે આમ છતાં અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોને લઈને ગંભીર નથી એ વાત સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.