Not Set/ રાષ્ટ્ર્પતિ, PM  મોદી સહિત દિગ્ગજ નેતાઓએ એરફોર્સ ડે પર પાઠવ્યા અભિનંદન

ભારતીય વાયુ સેના આજે પોતાનો 88 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વાયુસેના આજે ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ પર પોતાની શક્તિ પ્રદર્શન કરશે. રાફેલે પણ આ વર્ષે પ્રથમ વખત વાયુ સેનાનાં કાફલામાં શામેલ કરવામાં આવેલ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતનાં ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે. આ પણ […]

Uncategorized
6a06788bb6dc7fd1b8f645994ad8ef6a રાષ્ટ્ર્પતિ, PM  મોદી સહિત દિગ્ગજ નેતાઓએ એરફોર્સ ડે પર પાઠવ્યા અભિનંદન
6a06788bb6dc7fd1b8f645994ad8ef6a રાષ્ટ્ર્પતિ, PM  મોદી સહિત દિગ્ગજ નેતાઓએ એરફોર્સ ડે પર પાઠવ્યા અભિનંદન

ભારતીય વાયુ સેના આજે પોતાનો 88 મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વાયુસેના આજે ગાઝિયાબાદનાં હિંડન એરબેઝ પર પોતાની શક્તિ પ્રદર્શન કરશે. રાફેલે પણ આ વર્ષે પ્રથમ વખત વાયુ સેનાનાં કાફલામાં શામેલ કરવામાં આવેલ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિતનાં ઘણા નેતાઓએ શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો – PM મોદી આજે કોરોના વિરુદ્ધ એક અનોખું જન આંદોલનકરશે શરૂ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, “વાયુસેનાનાં દિવસે, આપણે ગર્વથી અમારા વાયુ સૈનિકો, દિગ્ગજો અને ભારતીય વાયુસેનાનાં પરિવારોનો આદર કરે છે. આપણા આકાશને સુરક્ષિત રાખવામાં અને નાગરિક અધિકારીઓને માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહતમાં મદદ કરવામાં ભારતીય વાયુસેનાનાં યોગદાન માટે રાષ્ટ્ર હંમેશાં ઋણી રહેશે.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે, ”એરફોર્સ ડે પર ભારતીય વાયુસેનાનાં તમામ બહાદુર યોદ્ધાઓને ખૂબ ખૂબ અભિનંદન. તમે દેશનાં આકાશને માત્ર સુરક્ષિત રાખતા નથી, પણ આપત્તિ સમયે માનવતાની સેવા કરવામાં પણ અગ્રેસરની ભૂમિકા નિભાવો છો. તમારી હિંમત, બહાદુરી અને મા ભારતીને બચાવવા સમર્પણ દરેકને પ્રેરણા આપશે.

ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું, હેપ્પી એરફોર્સ ડે, આપણા બહાદુર એરફોર્સ સૈનિકોએ આપણા આકાશને બચાવવાથી માંડીને તમામ અવરોધોમાં મદદ કરવા માટે, અત્યંત હિંમત અને નિર્ધાર સાથે દેશની સેવા કરી છે. મોદી સરકાર આપણા શકિતશાળી હવાઈ લડવૈયાઓને ઉન્નત રાખવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ટ્વીટ કરીને એરફોર્સ ડેની શુભેચ્છા પાઠવી છે. રાજનાથસિંહે લખ્યું છે કે, “આપણે આધુનિકીકરણ અને સ્વદેશીકરણ દ્વારા ભારતીય વાયુસેનાની લડાઇ ક્ષમતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ. મને વિશ્વાસ છે કે ભલે કઇ પણ થઇ જાય ભારતીય વાયુસેના હંમેશા દેશનાં આકાશનું રક્ષણ કરશે.”

ભારતીય વાયુ સેનાની રચના 8 ઓક્ટોબર, 1932 નાં રોજ થઈ હતી. ભારતીય વાયુસેના બ્રિટીશ સામ્રાજ્યનાં એરફોર્સનાં એકમ તરીકે સ્થાપિત થઈ હતી. ભારતીય વાયુસેનાએ પહેલું વિમાન 1 એપ્રિલ 1933 નાં રોજ ઉડાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.