Not Set/ ચીનની અવળ ચંડાઈ, ભારતની સીમા પર 60 હજાર સૌનિકો કર્યા એકત્રિત

  ભારત અને ચીન વચ્ચે એલએસીને લઈને તણાવ હજુ પણ ચાલી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. સરહદ પર ડેડલોક વચ્ચે ચીને એલએસી પર 60 હજારથી વધુ સૈનિકોને એકત્રિત કરી રાખ્યા છે. યુએસનાં વિદેશ સચિવ માઇક પોમ્પીયોએ આ વાત કહી છે. તેમણે ચીનનાં “ખરાબ વલણ” અને ક્વાડ દેશો માટે ચેતવણી ઉભી કરવાને લઇને નિશાનો સાંધ્યો […]

Uncategorized
5f55906eaa5465b25ae79727c95ee52f ચીનની અવળ ચંડાઈ, ભારતની સીમા પર 60 હજાર સૌનિકો કર્યા એકત્રિત
5f55906eaa5465b25ae79727c95ee52f ચીનની અવળ ચંડાઈ, ભારતની સીમા પર 60 હજાર સૌનિકો કર્યા એકત્રિત 

ભારત અને ચીન વચ્ચે એલએસીને લઈને તણાવ હજુ પણ ચાલી રહ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે. સરહદ પર ડેડલોક વચ્ચે ચીને એલએસી પર 60 હજારથી વધુ સૈનિકોને એકત્રિત કરી રાખ્યા છે. યુએસનાં વિદેશ સચિવ માઇક પોમ્પીયોએ આ વાત કહી છે.

તેમણે ચીનનાં “ખરાબ વલણ” અને ક્વાડ દેશો માટે ચેતવણી ઉભી કરવાને લઇને નિશાનો સાંધ્યો હતો. ક્વાડ જૂથનાં દેશોમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, ભારત અને ઓસ્ટ્રેલિયા શામેલ છે. મંગળવારે ટોક્યોમાં ક્વાડ દેશોનાં વિદેશ પ્રધાનો મળ્યા હતા. કોરોનાવાયરસ રોગચાળો શરૂ થયો ત્યારથી આ પ્રથમ આમને-સામને સંવાદ છે.  હિંદ-પ્રશાંત, દક્ષિણ ચીન સમુદ્ર અને પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનનાં આક્રમક લશ્કરો વચ્ચે ચારેય દેશોની બેઠક જાપાનની રાજધાની ટોક્યોમાં થઈ હતી.

ટોક્યોની બેઠકમાં ભાગ લેવા પરત આવેલા અમેરિકી વિદેશ સચિવ માઇક પોમ્પિઓએ શુક્રવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “ભારતીઓ તેમની ઉત્તરીય સરહદ પર 60,000 ચીની સૈનિકોની હાજરી જોઈ રહ્યા છે.” તેમણે કહ્યું, “હું ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનનાં મારા સમકક્ષ વિદેશ પ્રધાનો સાથે હતો. તે એક બંધારણ છે કે જેને આપણે ક્વાડ કહીએ છીએ, ચાર મોટી લોકશાહીઓ, ચાર શક્તિશાળી અર્થવ્યવસ્થાઓ, ચાર દેશો, જેમાથી સૌની અસલ ચિંતા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી તરફથી ઉભા કરેલા જોખમ સાથે સંકળાયેલ છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.