Not Set/ રાજ્ય સરકારને IMAની સલાહ : જાહેર મેળાવડા, રાજકીય-સામાજિક, ધાર્મિક કાર્યક્રમ બંધ કરો

ગુજરાતના ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ની બ્રાન્ચે રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. જેમાં રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો બંધ કરવા અને અન્ય સૂચનો કર્યા છે.

Top Stories Gujarat
IMA રાજ્ય સરકારને IMAની સલાહ : જાહેર મેળાવડા, રાજકીય-સામાજિક,
  • જાહેર મેળાવડા, રાજકીય-સામાજિક, ધાર્મિક કાર્યક્રમ બંધ કરો
  • રાજ્ય સરકારને IMA ના ચેતવણીની ભાષામાં સૂચન
  • સ્કૂલો ફરીથી ઓનલાઈન કરવા પણ સૂચન
  • વિદેશી પ્રવાસીઓ માટે પ્રવેશ-ક્વોરેન્ટાઈન પોલિસી બનાવો
  • હોટલ,રેસ્ટોરન્ટ,જિમમાં 50 ટકા કેપિસિટી લાગુ કરો

ગુજરાત રાજ્યમાં કોરોના ફરીકવાર દસ્તક આપી રહ્યો છે. મોટાભાગના જિલ્લામાં કોરોનાના કેસમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. દૈનિક નોંધાતા કલેસ પણ હવવે 1000+ નો આંક પાર કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ની બ્રાન્ચે રાજ્ય સરકારને ચેતવણીની ભાષામાં કેટલાક સૂચનો કર્યાં છે. જેમાં રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો બંધ કરવા અને અન્ય સૂચનો કર્યા છે. જેને લઈ કોરોનાની બીજી લહેર જેવી ભયાવહ પરિસ્થતિનો સામનો ગુજરાતે ના કરવો પડે.

IMAએ પોતાના સૂચનમાં લખ્યું છે કે, શાળાએ જતાં ઘણા બધા બાળકો અને શિક્ષકો કોરોનાનો શિકાર બની રહ્યા છે. ત્યારે રાજ્યમાં ફરીએકવાર શૈક્ષણિક કરી ઓનલાઈન ચાલુ કરવામાં આવે. સાથે શાળાએ જતાં બાળકો અને અંહી જતાં બાળકો બંનેને કોરોનાની રસીનું કવચ પૂરું પાડવા ચેતવણીની ભાષામાં જણાવ્યું છે.

તો સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે  ઈન્ડીયન મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં આવે.

તો સાથે રાજ્યમાં ચાલતી રાજકીય પ્રવૃતિ, જાહેર મેળવળા , સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર નિયંત્રણો લાવવા જોઇએ. આ ઉપરાંત ભેગા થવાના કોઈ સ્થાન પર ક્ષમતાના 25% ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવે. તેવું સ્પષ્ટ સૂચન કર્યું છે. તો સાથે હોટેલ, રેસ્ટોરાં, જિમ, સિનેમાઘરોમાં 50% કેપિસિટી લાગુ કરવા પણ જણાવ્યું છે.

સરકારી ઓફિસ અને અન્ય જાહેર સ્થળો પર કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા હોય તેવા વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવે અને કોરોના ગાઇડલાઈનનું કડકાઈથી પાલન થાય, આ ઉપરાંત રાત્રિ કર્ફ્યૂનો કડકાઇથી અમલ કરવા માટે પણ રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..? 

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી