Not Set/ ફક્ત 5 લાખમાં આ કંપની લોન્ચ કરશે સસ્તી એસયૂવી! જબરજસ્ત ફિચર્સ મળશે જોવા

હવે કાર ફક્ત જરુરીયાત માટે જ નહીં પરંતુ તેના લુક, ફિચર્સ માટે પણ ખરીદવામાં આવે છે. ભારતમાં લોકોને એસયૂવીનો ભારે ક્રેઝ છે પરંતુ આવી એસયૂવી કારની કિંમત ઘણી વધારે હોય છે. બીએસ 6 એન્જિન લાગ્યા પછી મોટાભાગની કારની કિંમત પણ વધી ગઇ છે. ભારતમાં સબ-કોમ્પેક્ટ કારોની ખાસ્સી રેન્જ ઉપલબ્ધ છે. આ એવી કારો છે જે […]

Tech & Auto
thumb ફક્ત 5 લાખમાં આ કંપની લોન્ચ કરશે સસ્તી એસયૂવી! જબરજસ્ત ફિચર્સ મળશે જોવા

હવે કાર ફક્ત જરુરીયાત માટે જ નહીં પરંતુ તેના લુક, ફિચર્સ માટે પણ ખરીદવામાં આવે છે. ભારતમાં લોકોને એસયૂવીનો ભારે ક્રેઝ છે પરંતુ આવી એસયૂવી કારની કિંમત ઘણી વધારે હોય છે. બીએસ 6 એન્જિન લાગ્યા પછી મોટાભાગની કારની કિંમત પણ વધી ગઇ છે. ભારતમાં સબ-કોમ્પેક્ટ કારોની ખાસ્સી રેન્જ ઉપલબ્ધ છે. આ એવી કારો છે જે બજેટ રેન્જમાં બરોબર ફિટ થઇ જાય છે.

તાજેતરમાં જ ફ્રેન્ચ કાર મેકર Citroenને ભારતમાં પોતાની C5 Aircross SUVની સાથે એન્ટ્રી લીધી છે. આ એસયૂવીનું ઓફિસિયલ લોન્ચિંગ થોડાક જ દિવસોમાં થશે. કંપની ભારત માટે એક નાની સાઇઝની એસયૂવી પર કામ કરી રહી છે. જાણકારી અનુસાર તેનું ટેસ્ટિંગ પણ શરુ થઇ ગયું છે. આ કારની કિંમત 5 લાખ રુપિયાથી શરુ થઇ શકે છે.

જાણકારી અનુસાર આ એસયૂવીનું નામ C21 હશે અને આ કંપનીના નવા એન્ટ્રી લેવલ મોડલ તરીકે C1ને રિપ્લેસ કરશે. હાલમાં આ એસયૂવીને ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી ચુકી છે, ત્યારે આશા એવી પણ રાખવામાં આવી રહી છે કે કંપની આગામી મહિનામાં તેને અનવીલ કરશે. આ કારની જે ડિટેલ્સ સામે આવી છે તે અનુસાર તેમાં હેડલાઇટ યૂનિટ, , DRLs અને સિગ્નેચર સ્ટૂપિંગ બોનેટ આપવામાં આવ્યું છે જે Citroen બેજિંગની સાથે આવે છે. આ એસયૂવીમાં રાઉન્ડ શેપનું બોનેટ યૂરોપિયન C3 મૉડલ જેવું છે. સિટ્રોન 1.2 લીટર ટર્બોચાર્જ ગેસોલીન એન્જિન, 130hp ના મેક્સિમમ પાવર, મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શનની સાથે આવી શકે છે. કદાચ આ કારને તહેવારો દરમિયાન લોન્ચ કરી શકાય છે.