રાફેલ એટલે તૂફાન/ અંબાલા પછી હવે પશ્ચિમ બંગાળના હાશિમારા બેઝ પર રાફેલની બીજી સ્કવોડ્રન તહેનાત

હરિયાણાના અંબાલા પછી હવે પશ્ચિમ બંગાળના હાશિમારા બેઝ પર રાફેલની બીજી સ્કવોડ્રન તહેનાત થશે. વાયુસેનાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ વર્ષે

India
karang 14 અંબાલા પછી હવે પશ્ચિમ બંગાળના હાશિમારા બેઝ પર રાફેલની બીજી સ્કવોડ્રન તહેનાત

અંબાલા પછી રાફેલની બીજી સ્કવોડ્રન બંગાળના હાશિમારા બેઝ પર તહેનાત થશે.  જેને લઈને પાયલટ ફ્રાંસમાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે. હરિયાણાના અંબાલા પછી હવે પશ્ચિમ બંગાળના હાશિમારા બેઝ પર રાફેલની બીજી સ્કવોડ્રન તહેનાત થશે. વાયુસેનાના અધિકારીઓએ આપેલી માહિતી મુજબ આ વર્ષે એપ્રિલ સુધીમાં તેનું કામ પુરું થઈ જશે. ફ્રાંસમાં પાયલટની ટ્રેનિંગ પણ લગભગ તે સમયમાં જ પૂરી થશે. હાશિમારા બેઝ ઉત્તર બંગાળમાં ચીન-ભૂતાન ટ્રાઈજંકશનની નજીક છે.

Rafale fighters to take off from France tomorrow, can be operational within  a week

ભારતે ફ્રાંસની સાથે 2016માં 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ જેટની ડીલ કરી હતી. જેમાંથી 30 ફાઈટર જેટ અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે. ટ્રેનર જેટ્સ ટૂ સીટર હશે. તેમાં પણ ફાઈટર જેટ જેવી તમામ ફિચર હશે. ભારતને ગત વર્ષે જુલાઈના અંત સુધીમાં 5 રાફેલ ફાઈટર જેટ્સનો પહેલો જથ્થો મળ્યો હતો. ભારતને જુલાઈના અંત સુધીમાં 5 રાફેલ ફાઈટ્ર જેટ્સનો પહેલો જથ્થો મળ્યો હતો. બીજી ખેપમાં 3 નવેમ્બરે 3 અને ત્રીજા જથ્થો 27 જાન્યુઆરીએ 3 રાફેલ વિમાન ભારત આવ્યા હતા. અત્યાર સુધીમાં 11 જેટ ભારત આવી ગયા છે. માર્ચ સુધીમાં વધુ 6 વિમાન ભારતને મળી જશે. એવામાં તેની કુલ સંખ્યા 17 થઈ જશે.

2016માં 59 હજાર કરોડ રૂપિયામાં 36 રાફેલ જેટની ડીલ કરી

30 ફાઈટર જેટ અને 6 ટ્રેનિંગ એરક્રાફ્ટ હશે

ફાઈટર જેટ જેવી તમામ ફિચર

વિશેષતાઓને વિશ્વના સૌથી ખતરનાક અને પાવરફુલ યુદ્ધ વિમાનોમાં શ્રેષ્ઠ બનાવે છે. ઇન્ડિયન એરફોર્સને અપાર શક્તિ પૂરી પાડનાર રાફેલ વિમાનને તેની ઉડાન સૌથી ખતરનાક વિમાન બનાવે છે, 2130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડનાર રાફેલ વિમાન રડારથી બચવાની અદભૂત ક્ષમતા અને દૂરથી દુશ્મનો પર નજર રાખી તેમનો ખાતમો કરવામાં નિપૂર્ણ છે. રાફેલ યુદ્ધ વિમાન 4.5 પેઢીનુ વિમાન છે. ભારતીય વાયુસેનામાં સામેલ મિરાજ-2000 ત્રીજી કે ચોથી પેઢીના વિમાન છે.