Not Set/ વડોદરામાં સાફ સફાઇ શરૂ,પાણીની ટાંકીના સેમ્પલો લેવાયા,અમદાવાદ-સુરતથી સફાઇ કામદારો શહેરને કરશે સ્વચ્છ

વડોદરામાં બુધવારે 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ શનિવારે શહેરમાંથી પાણી ઓસરતા સાફ સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરાનાં અડધાથી વધુ વિસ્તારોમાં પાણી ભરાતા ગંદકી ફેલાઇ હતી. શહેરમાં ગંદકીનાં કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશતનાં પગલે કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસનાં વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી હતી. વડોદરા શહેરમાં હાલ 3000 જેટલાં સફાઇ કામદારો છે. કોર્પોરેશન […]

Gujarat Vadodara
Mumbai rain 2 1 e1562050178798 વડોદરામાં સાફ સફાઇ શરૂ,પાણીની ટાંકીના સેમ્પલો લેવાયા,અમદાવાદ-સુરતથી સફાઇ કામદારો શહેરને કરશે સ્વચ્છ

વડોદરામાં બુધવારે 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ શનિવારે શહેરમાંથી પાણી ઓસરતા સાફ સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરાનાં અડધાથી વધુ વિસ્તારોમાં પાણી ભરાતા ગંદકી ફેલાઇ હતી. શહેરમાં ગંદકીનાં કારણે રોગચાળો ફેલાવાની પણ દહેશતનાં પગલે કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસનાં વહીવટી તંત્રએ કામગીરી શરૂ કરી હતી.

વડોદરા શહેરમાં હાલ 3000 જેટલાં સફાઇ કામદારો છે. કોર્પોરેશન તંત્રનાં કહેવા પ્રમાણે અમદાવાદ અને સુરતથી બીજા સફાઇ કામદારોને બોલાવીને શહેરની સાફ સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. વડોદરામાં અનેક સ્કુલોનાં કેમ્પસમાં પાણી ભરાઇ જવાના કારણે ગંદકી થઇ છે. કોર્પોરેશનનાં તંત્રનાં કહેવા પ્રમાણે શહેરમાં સ્કુલોમાં પહેલા સાફ સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. એ સિવાય શહેરની ટાંકીઓ સાફ કરવાની પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વડોદરાનાં કલેક્ટર શાલિની અગ્રવાલનાં કહેવા પ્રમાણે શહેરને પાણી પુરૂ પાડતી ટાંકીઓની સફાઇ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ઓવર હેડ વોટર ટેન્કનાં પાણીનાં સેમ્પલો લેવામાં આવશે અને તેનો આજે જે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવશે.

વડોદરાનાં પરશુરામ કે મહેશ્વરી વિસ્તારનાં બુસ્ટરોને પણ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છાણી વિસ્તારની પાણીની ટાંકી સફાઇનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જે બુસ્ટરો કાર્યરત નથી તેમાં વોટર ટેન્કર દ્રારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. શાલીની અગ્રવાલનાં કહેવા પ્રમાણે 58 ટેન્કરો દ્રારા સાડા ચાર લાખ લીટર પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

શનિવારે શહેરમાંથી પાણી ઓસરતાં લોકો સુધી દુધ પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. બરોડા ડેરી દ્રારા શહેરમાં સાડા ચાર લાખ લીટર દુધ પુરૂ પાડવામાં આવ્યું છે. દુધની જે એમઆરપી છે તેના કરતાં વધુ ચાર્જ નહીં ચુકવવા પણ તંત્ર દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે. શહેરમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે ટ્રાન્સફોર્મરો કાર્યરત કરવામાં આવ્યા છે. હાલ 238 ટ્રાન્સફોર્મર કાર્યરત કરવામાં આવ્યા છે અને બીજા 100 ટ્રાન્સફોર્મર કાર્યરત કરવાની કવાયત હાથ ધરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.