Not Set/ રાજ્યનાં વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. 72 કલાકમાં વાતાવરણમાં પલટો આવવાની પણ સંભાવનાઓ છે. દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 15-16 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને […]

Top Stories

આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, આજે ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદની આગાહી છે. 72 કલાકમાં વાતાવરણમાં પલટો આવવાની પણ સંભાવનાઓ છે. દેશમાં હજુ પણ કેટલાંક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 15-16 ઓક્ટબર દરમિયાન ગુજરાતમાં પણ વાવાઝોડા સાથે ભારે વરસાદનો ખતરાને લઇને એલર્ટ આપવામાં આવ્યું છે.

આપને જણાવી દઇએ કે, સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા મહેરબાન થઇ શકે છે. બીજી તરફ સુરત શહેરનાં તાપમાનમાં જોવા મળેલા વધઘટ વચ્ચે લઘુતમ તાપમાનમાં ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાત્રીનું તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયલથી ગગડીને 23.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. આ ઉપરાંત ઉકાઇ ડેમમાં પાણીની આવક વધીને 11,458 ક્યુસેક નોંધાઇ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવાર સુધી સુરત, નવસારી, વલસાડ, ડાંગનાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. જેને ધ્યાનમાં રાખી 15-16 ઓક્ટોબરે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ