Not Set/ CM નીતીશ કુમારે કર્યુ એલાન, શહીદોનાં પરિવારને મળશે 36 લાખ રૂપિયા અને સાથે…

બિહરાની રાજ્ય સરકારે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા રાજ્યનાં નિવાસી ભારતીય સૈનિકોનાં પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર તરફથી પાંચ સૈનિકોનાં પરિવારને 11-11 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહાર સરકાર દ્વારા દરેક પરિવારમાંથી એક-એક આશ્રિતને નોકરી આપવામાં […]

India
3c9167c941978bbd4b7853662899b8bf 1 CM નીતીશ કુમારે કર્યુ એલાન, શહીદોનાં પરિવારને મળશે 36 લાખ રૂપિયા અને સાથે...

બિહરાની રાજ્ય સરકારે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા રાજ્યનાં નિવાસી ભારતીય સૈનિકોનાં પરિવારોને આર્થિક સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર તરફથી પાંચ સૈનિકોનાં પરિવારને 11-11 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય બિહાર સરકાર દ્વારા દરેક પરિવારમાંથી એક-એક આશ્રિતને નોકરી આપવામાં આવશે.

ગુરુવારે બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, પટણાનાં જયપ્રકાશ નારાયણ એરપોર્ટ, પર ગલવાન ખીણમાં જીવ ગુમાવનાર ભોજપુર જિલ્લાનાં સિપાહી ચંદન કુમાર, સહરસા જિલ્લાનાં સિપાહી કુંદન કુમાર, સમસ્તીપુર જિલ્લાનાં સિપાહી અમન કુમાર, વૈશાલી જિલ્લાનાં સિપાહી જયકિશોર અને પટના જિલ્લાનાં સુનિલ કુમારને પુષ્પ ચક્ર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ માહિતી આપી હતી કે પાંચ સૈનિકોનાં પરિવારોને રાજ્ય સરકાર તરફથી 11-11 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી 25 લાખ રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત, પાંચ પરિવારમાંથી પ્રત્યેક આશ્રિતને રાજ્ય સરકાર દ્વારા નોકરી આપવામાં આવશે. આ દરમિયાન મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે, નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી, વિપક્ષી નેતા તેજશ્વી યાદવ અને રાજ્ય સરકારનાં ઘણા પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા.

જણાવી દઇએ કે ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતીય સૈન્યનો કોઈ પણ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો નથી અને દરેકની સ્થિતિ સ્થિર છે. સેનાનાં અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું, ‘આપણા તમામ સૈનિકોની હાલત બરાબર છે અને કોઈ સૈનિક ગંભીર હાલતમાં નથી. લેહની હોસ્પિટલમાં આપણા 18 જવાન છે અને તેઓ 15 દિવસની અંદર ડ્યુટીમાં જોડાશે. આ સિવાય અન્ય 56 સૈનિકો અન્ય હોસ્પિટલોમાં છે, જેઓ સામાન્ય રીતે ઘાયલ થયા છે અને તેઓ એક અઠવાડિયામાં ફરજ પર પાછા ફરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.