Egram/ ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવવા સીએમ ભુપેન્દ્ર પટેલ તત્પર

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરિકોને ઘેર બેઠાં વધુ ને વધુ સેવાઓ પૂરી પાડવા ઈ-ગ્રામ સેન્‍ટરના માધ્યમથી G2C અને B2C સેવાઓનો વ્યાપ વધારવાના આયોજન માટે દિશા નિર્દેશો આપ્યા છે.

Top Stories Gujarat
Egram ઇ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવવા સીએમ ભુપેન્દ્ર પટેલ તત્પર
  • ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરિકોને ઘરે બેઠા વધુ ને વધુ સેવાઓ આપવામાં આવશે
  • ગવર્મેન્‍ટ ટુ સિટીઝન G2C અને બિઝનેસ ટુ સિટીઝન B2C સેવાઓનો વ્યાપ વિસ્તારવા આયોજન
  • સીએમના અધ્યક્ષસ્થાને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠક યોજાઈ
  • 321થી વધુ નાગરિક સેવાઓ G2C અન્‍વયે ઈ-ગ્રામ કેન્‍દ્રો પૂરી પાડે છે
  • બિઝનેસ ટુ સર્વિસ B2C પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં 27.75 લાખ ટ્રાન્‍ઝેક્શન થયા
  • ઈ-ગ્રામ મરફતે 2007 થી અત્યાર સુધી 43.32 કરોડ ડિજીટલ વ્યવહારો થયા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના Egram ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામીણ નાગરિકોને ઘેર બેઠાં વધુ ને વધુ સેવાઓ પૂરી પાડવા ઈ-ગ્રામ સેન્‍ટરના માધ્યમથી G2C અને B2C સેવાઓનો વ્યાપ વધારવાના આયોજન માટે દિશા નિર્દેશો આપ્યા છે.
આ સંદર્ભમાં તેમણે વી.સી.ઈ નો બેન્કિંગ કોરસ્પોન્‍ડન્‍ટ તરીકે ઉપયોગ કરવા વ્યાપ વધારવા સૂચન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગવર્નિંગ બોડીની 11મી બેઠકમાં તેમણે આ નિર્દેશો આપ્યા હતા.
પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની Egram ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટને વધુ સુદૃઢ બનાવવાની ચર્ચા વિચારણા સાથે પ્રોજેક્ટની બહુવિધ કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગ્રામીણ સ્તરે નાગરિકોને સુવિધા-સેવાઓ અસરકારક રીતે પૂરી પાડવા ગ્રામ સચિવાલયની સંકલ્પના આપેલી છે.
આ સંકલ્પનાને સાકાર કરવાના હેતુસર ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 2007થી ગુજરાતમાં સ્થાપના કરવામાં આવેલી છે. ગ્રામીણ વિકાસમાં ઈ-સર્વિસીઝ ડિલીવરી સેન્‍ટર તરીકે ગ્રામ પંચાયતની ઓળખ ઉભી કરીને ગામના યુવાઓને ગામમાં જ રોજગારીની તકો મળી રહે તેવો તેનો આશય છે.
રાજ્યભરની 14181 જેટલી ઈ-ગ્રામ પંચાયતો દ્વારા G2C એટલે કે સરકારથી નાગરિક સેવાઓ અંતર્ગત ૩૨૧ થી વધુ સેવાઓ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ મારફતે પૂરી પાડવામાં આવે છે.
ડિજિટલ સર્વિસીઝનો લાભ ગ્રામીણ સ્તર Egram સુધી પહોંચાડવા 2019થી ડિજીટલ ગુજરાત અન્‍વયે ડિજીટલ સેવાસેતુનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત જુદા જુદા વિભાગોને સેવાઓના એક કરોડ સાત લાખથી વધુ પ્રમાણપત્રો આપવામાં આવેલા છે.
એટલું જ નહી અન્ય સેવાઓના મહેસૂલી, ખેડૂતલક્ષી સેવાઓમાં ૭/૧૨ના ઉતારા, 8 અ પ્રમાણપત્ર, વીજબીલ રસીદ સેવાઓ, પ્રીપેઈડ ગેસ બીલ રસીદ, જન્મ-મૃત્યુ પ્રમાણપત્ર, આવકના દાખલા, ગંગા સ્વરૂપા વિધવા પેન્‍શન યોજના, વ્હાલી દિકરી યોજના જેવી સેવાઓ મળીને સમગ્રતયા 42 કરોડથી વધુ ડિજીટલ વ્યવહરો ઈ-ગ્રામ મારફતે થયા છે.
આવી સેવાઓ ઈ-ગ્રામ કેન્‍દ્રો પરથી પૂરી પાડવા માટે VCEને નિયત રકમ પ્રોત્સહન પુરસ્કાર રૂપે આપીને વધુ ને વધુ ડિજીટલ ટ્રાન્‍ઝેક્શનને પ્રેરિત કરવાની પણ રાજ્ય સરકારે નેમ રાખી છે. આ બેઠકમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં પણ ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ સહાયરૂપ બન્યો છે.
ઇ ગ્રામ સેન્ટર દ્વારા અંદાજે 46 લાખ ઈ-શ્રમ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે તેમજ ૨૯ લાખથી વધુ કિસાનોએ પી.એમ કિસાન પોર્ટલનો વિવિધ અરજીઓ માટે લાભ મેળવ્યો છે.
આ ઉપરાંત ગ્રામજનોને ઈ-ગ્રામ સેન્ટર દ્વારા Egram આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવે છે. 4,200થી વધુ ઈ-ગ્રામ સેન્ટર PMJAY અન્વયે આયુષ્માન કાર્ડ પ્રદાન કામગીરી સાથે સંકળાયેલા છે તેમજ ૩૫૦૦ ઈ-ગ્રામ સેન્ટર ફાઇનાન્સિયલ કોરસપોન્ડન્ટ તરીકે કામગીરી કરે છે. ૫૬૬ ઈ ગ્રામ કેન્‍દ્રો આધારકાર્ડની સેવા આપે છે.
ગ્રામ સુવિધા ટેક્ષ કલેક્શન પોર્ટલ 2020-21થી શરૂ કરવામાં આવ્યું છે અને ઘર વેરો, પાણી વેરો, લાઈટ તથા સફાઈ વેરા જેવા વિવિધ પ્રકારના કર ગ્રામ્યસ્તરે એકત્રિત કરવા 14 હજારથી વધુ ગ્રામ પંચાયતો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. ગ્રામજનો પોતાનો વેરો ઓનલાઈન ભરી શકે તે માટેની વ્યવસ્થા પણ પ્રગતિમાં છે તેમ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચોઃ Quran Burning In Sweden/ UNHRCમાં કુરાન સળગાવવાના વિરોધમાં પ્રસ્તાવને મંજૂરી,ભારતે આ મામલે શું કહ્યું…

આ પણ વાંચોઃ Pakistan News/ પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, આર્મી બેઝને નિશાન બનાવ્યું, ઘણા સૈનિકો માર્યા ગયા, ઘણા ઘાયલ

આ પણ વાંચોઃ અવસાન/ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના પત્નીનું નિધન, સામે આવ્યું આ કારણ

આ પણ વાંચોઃ Malaysia/ ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે મલેશિયામાં HALની પ્રાદેશિક કચેરીનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચોઃ Kim Jong Un/  સરમુખત્યાર કિમ જોંગનો નવાબી શોખ, વર્ષમાં પી જાય છે અબજોનો દારૂ, જાણો કેવી છે લક્ઝરી લાઈફ