Kim jong un/  સરમુખત્યાર કિમ જોંગનો નવાબી શોખ, વર્ષમાં પી જાય છે અબજોનો દારૂ, જાણો કેવી છે લક્ઝરી લાઈફ

કિમ જોંગ ખુબ જ મોંઘા શોખ રાખે છે. તેમની જીવનશૈલી પણ એક મોટી લક્ઝરીસ છે. મોંઘો દારૂ, સ્પેશિયાલિટી સિગારેટ અને વિદેશથી આયાત કરાયેલ માંસ તેમની જીવનશૈલીનો ભાગ છે.

World
Kim jong un

જ્યારે ઉત્તર કોરિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે એક જ વસ્તુ ધ્યાનમાં આવે છે કે ‘મિસાઈલ પરીક્ષણ’ અને આ દેશના સરમુખત્યાર કિમ જોંગ. જી હાં, ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના ક્રેઝ માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ચર્ચામાં છે. કિમ જોંગ ખૂબ જ વૈભવી જીવન જીવે છે. એક વર્ષમાં તેઓ અબજો રૂપિયાનો દારૂ પીવે છે. માત્ર એક બોટલની કિંમત હજારો ડોલર હોઈ શકે છે. જાણો તેમના લક્ઝરી શોખ શું છે?

ઉત્તર કોરિયા જ્યાં બીજી ખરાબ અર્થવ્યવસ્થામાંથી પસાર થઈ રહ્યું છે. આમ છતાં કિમ જોંગ બિનજરૂરી રીતે મિસાઈલ પરીક્ષણો કરીને ગભરાટ ફેલાવવાનું ચાલુ રાખે છે. દક્ષિણ કોરિયા અને જાપાન પણ આ ‘ફ્રિક’ સરમુખત્યારથી પરેશાન છે. કિમ જોંગને ખુબ જ મોંઘા શોખ છે. તેમની જીવનશૈલી પણ એક મોટી લક્ઝરી છે. મોંઘો દારૂ, સ્પેશિયાલિટી સિગારેટ અને વિદેશથી આયાત કરાયેલ માંસ તેમની જીવનશૈલીનો ભાગ છે.

જોંગ સોનાના વરખમાં લપેટી પીવે છે સિગારેટ 

વિદેશી મીડિયા સાથે વાત કરતા એક બ્રિટિશ સંરક્ષણ નિષ્ણાતે કિમ જોંગ વિશે જણાવ્યું કે ‘કિમ જોંગ એક ‘ખૂબ જ હેવી ડ્રિંકર’ છે જેને બ્લેક લેબલ સ્કોચ વ્હિસ્કી અને હેનેસી બ્રાન્ડી પીવી ગમે છે. તેની એક બોટલની કિંમત 7 હજાર ડોલર સુધી હોઇ શકે છે. એટલું જ નહીં, કિમ યવેસ સેન્ટ લોરેન્ટ બ્લેક સિગારેટ પીતી હોવાનું કહેવાય છે જે સોનાના વરખમાં લપેટીને આવે છે.

ખુબ જ શરાબ પીવાના કારણે વજન 136 કિલોથી વધુ

ચાઈનીઝ જનરલ એડમિનિસ્ટ્રેશન ઓફ કસ્ટમ્સ દ્વારા થોડા વર્ષો પહેલા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ૪૦ વર્ષીય, કિમ જોંગ,  ઉત્તર કોરિયામાં ઉચ્ચ ગુણવત્તાની આલ્કોહોલની આયાત કરવા માટે દર વર્ષે $30 મિલિયનનો ખર્ચ કરે છે. આટલું જ નહીં કિમને સ્વાદિષ્ટ ભોજનનો પણ ખૂબ શોખ છે. તે ઇટાલીના પરમા પ્રદેશની વાનગી પરમા હેમ અને સ્વિસ એમેન્ટલ ચીઝનો સ્વાદ લે છે. દક્ષિણ કોરિયાના ગુપ્તચર અહેવાલમાં પણ જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયાનો સરમુખત્યાર દારૂ અને સિગારેટનું ભારે સેવન કરે છે અને તેનું વજન 136 કિલોથી વધી ગયું છે.

માત્ર કોફી પર વર્ષમાં લગભગ 1 મિલિયન ડોલર ખર્ચો

કિમના ભૂતપૂર્વ સુશી રસોઇયાએ બ્રિટિશ અખબારને જણાવ્યું હતું કે કિમ જોંગ ઉન અને તેના પિતા ઘણીવાર કોબે સ્ટીક, વિશ્વમાં સૌથી મોંઘા અને માંગવામાં આવતા બીફ અને ક્રિસ્ટલ શેમ્પેન પર સાથે જમતા હતા. તેને જંક ફૂડ પણ ખૂબ પસંદ છે. રિપોર્ટ્સ અનુસાર, 1997માં ખાસ કરીને કિમ પરિવાર માટે પિઝા બનાવવા માટે એક ઈટાલિયન શેફને હાયર કરવામાં આવ્યો હતો. કિમને બ્રાઝિલિયન કોફી પસંદ છે. આના પર તેઓ એક વર્ષમાં $9,67,051 ખર્ચ કરે છે.

આ પણ વાંચો:vladimir putin/પુતિનની 609 કરોડની લક્ઝરી ટ્રેનનો ખુલાસો, જીમ-સ્પાથી લઈને કાર જેવી સુવિધાઓ, જાણો બધુ

આ પણ વાંચો:World Population Day/શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ, વસ્તી વિસ્ફોટ શું છે અને તેની કેવી અસર થાય છે, ભારતમાં વસ્તી વધવાના આ છે કારણો

આ પણ વાંચો:માઉન્ટ એવરેસ્ટ પર નેપાળનું હેલિકોપ્ટર ક્રેશ, તેમાં સવાર તમામ 6 લોકોનાં મોત

આ પણ વાંચો:ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:યુક્રેનને તાત્કાલિક નાટોનું સભ્ય બનાવવા પર યુએસ અને યુકે વચ્ચે મતભેદ, સમિટમાં લેવામાં આવશે નિર્ણય