Covid-19/ વૈશ્વિક સ્તરે કોરોનાનાં કેસ નોંધાયા 34 કરોડથી વધુ, 55 લાખથી વધુ લોકોનાં થયા મોત

વૈશ્વિક સ્તરે, કોવિડ 19 નાં કેસ વધીને 34.04 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.73 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Top Stories World
World Corona

વૈશ્વિક સ્તરે, કોવિડ 19 નાં કેસ વધીને 34.04 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.7 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.73 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Shocking / ઉત્તર કોરિયા-અમેરિકા વચ્ચે તણાવ વધશે, તાનાશાહ કિમ જોંગ ઉનનાં એકવાર ફરી ખતરનાક તેવર

આજે સમગ્ર દુનિયા કોરોનાનાં ભરડામાં આવી ગઇ છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ લોકોનાં જીવનને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. આ વાયરસનાં નવા નવા વેરિઅન્ટ બહાર આવતા WHO પણ ચિંતામાં છે. આજે એટલે કે, શુક્રવારે સવારે જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 340,436,494, 5,573,087 અને 9,739,772,480 થઈ ગઈ છે. CSSE મુજબ, અમેરિકા, વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ અનુક્રમે 69,270,650 અને 860,145 સાથે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. કોરોનાનાં કેસમાં ભારત બીજા નંબરે સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે, જ્યાં કોરોના સંક્રમણનાં 38,218,773 કેસ છે જ્યારે 487,693 મૃત્યુ થયા છે, ત્યારબાદ બ્રાઝિલમાં 23,595,178 કેસ છે, જ્યારે 622,476 મૃત્યુ થયા છે.

આ પણ વાંચો – ગુજરાત /  સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્રએ વર્ષ દરમિયાન જુદા-જુદા નિયમોના ભંગ બદલ રૂ. 1.69 કરોડનો દંડ વસુલ્યો

CSSE ડેટા મુજબ, 50 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં યુકે (1,57,16,908), ફ્રાન્સ (1,42,85,306), રશિયા (1,07,54,905), તુર્કી (1,07,36,215), ઇટાલી (94,18,256), સ્પેન (88,34,,363), જર્મની (83,97,340),  આર્જેન્ટિના (75,76,335), ઈરાન (62,36,567) અને કોલંબિયા (56,55,026). આ દેશોમાં 100,000 થી વધુ મૃત્યુ નોંધાયા છે, તેમાંથી રશિયા (3,17,523), મેક્સિકો (3,02,112), પેરુ (2,03,750), યુકે (1,53,708), ઇન્ડોનેશિયા (1,44,199), ઇટાલી (1,42,590), ઈરાન (1,32,13,132, કોલોમ્બિયા), ફ્રાન્સ (1,29,105), આર્જેન્ટિના (1,18,809), જર્મની (1,16,372), યુક્રેન (1,05,380) અને પોલેન્ડ (1,03,378) સામેલ છે.