અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજુ કરવામાં આવેલા વાર્ષિક 2023 24ના બજેટ અંતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાંધી હોલમાં બે દિવસીય બજેટ સત્ર શરૂ કરવામાં આવ્યું છે. આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસે અદાણીના કારણે મામલો ગરમાયો હતો. વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણીને AMC દ્વારા 16 કરોડના 10 પ્લોટ આપી દેવાયા.
આ સાથે જ શહેરભરમાં અદાણીની ગેસની પાઈપલાઈનો છે તેનો વર્ષે રૂ.12 કરોડનો ટેક્સ વસૂલવાનો થાય છે તે પણ ચૂકવાયો નથી. જેને લઈને રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે તમામ આરોપો ફગાવ્યા હતા અને વિપક્ષ નેતાને પાકિસ્તાની એજન્ટ કહી દેતા મામલો વધુ બિચક્યો હતો. વિપક્ષના હોબાળા બાદ હાલ ચર્ચા મોકૂફ કરી દેવામાં આવી છે.
અદાણી ટેક્સ બાબતે અમદાવાદ કોર્પોરેશન બજેટમાં ભારે હંગામો થયો છે. વિપક્ષે ભાજપના કોર્પોરેશનને અદાણીના એજન્ટ ગણાવ્યા, જ્યારે ભાજપના કોર્પોરેટે કોંગ્રેસને પાકિસ્તાન એજન્ટ ગણાતા ભારે વિરોધ થયો. અદાણી કેસને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા રોડથી લઈને સંસદ સુધી વિરોધ પ્રદર્શન ચાલુ છે. વિરોધ પક્ષો સતત હોબાળો મચાવી રહ્યા છે. આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ તેને મોટો મુદ્દો ગણાવતા કહ્યું છે કે સંસદમાં તેની ચર્ચા થવી જોઈએ.
વિપક્ષના સાંસદોએ હાથમાં મોટા બેનર પોસ્ટર લઈ સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના સાંસદો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સામે એકઠા થયા હતા અને સંસદમાં અદાણી મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. સંયુક્ત સંસદીય સમિતિ (JPC) અથવા સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ અદાણી જૂથના મામલાની તપાસની માંગ કરવા માટે રજૂઆત કરી હતી.
જ્યારે સમગ્ર મામલે રેવન્યૂ કમિટીના ચેરમેન જૈનિક વકીલે બચાવ કરતા કહ્યું કે, વિપક્ષ નેતા પાસે માહિતીનો અભાવ છે. 2011થી AMC દ્વારા અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનનો ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો. મેટર હાલમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે, કોર્ટ કેસ ચાલતો હોવા છતાં અદાણી અંદાજિત 5 કરોડ એડહોક પેમેન્ટ કરી રહ્યા છે. અમે રિકવરીની નોટિસ આપેલી છે. કોર્ટ કેસ અને એડ હોક પેમેન્ટ કરી રહ્યા હોય ત્યારે સીલ ન મારી શકાય. વિપક્ષના નેતા વિદેશી એજન્ટ છે.
આ પણ વાંચો:પાયલોટબાબાના સાન્નિધ્યમાં અમદાવાદમાં 108 કુંડી મહાયજ્ઞ યોજાશે
આ પણ વાંચો:ખેડૂતોનો પોકારઃ સરકાર લસણ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ અપાવે
આ પણ વાંચો:કચ્છમાં ફરીવાર ભૂકંપથી લોકોમાં ફફડાટ, દુધઇ નજીક 3.2ની તીવ્રતાનો અનુભવાયો આંચકો
આ પણ વાંચો:ગામમાં એકસાથે શેરીમાં ફરતા જોવા મળ્યા 8 સિંહો, શિકાર માટે લગાવી રહ્યા હતા ચક્કર
