Gandhinagar News/ ગુજરાતના પનોતા પુત્ર PM નરેન્દ્ર મોદીને CM ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી

ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) જન્મદિવસની (Birthday Wishes) હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. તેમને સોશિયલ મીડિયા X પર પોસ્ટ મૂકી તેમના નિરામય જીવનની કામના કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અવસરે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી અને પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું.

તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા, આપત્તિને ભગીરથ પુરુષાર્થ થકી અવસર બનાવવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્રોત છે. તેજ ગતિએ વિકાસની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતના સંવર્ધનની આપની કાળજીએ આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના આપના લક્ષ્યમાં આહુતિ આપવા આજે દેશનો જન-જન ઉત્સુક બન્યો છે. ઈશ્વર સમક્ષ આપના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, ૧૪૦ કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ પણ વાંચો:તમે કહ્યું નમો વારંવાર, હું આવ્યો ગુજરાતના આંગણે ત્રીજી વાર

આ પણ વાંચો:અમદાવાદથી ભુજ વચ્ચે નમો રેપિડ રેલનો પીએમ મોદીએ કર્યો શુભારંભ