punjab election 2022/ પંજાબની આ બે સીટો પરથી ચૂંટણી લડશે CM ચન્ની , કોંગ્રેસે 8 ઉમેદવારોની અંતિમ યાદી કરી જાહેર

કોંગ્રેસે રવિવારે પંજાબ વિધાનસભા માટે આઠ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે બેઠકો પરથી ચૂંટણી લડશે

Top Stories India
3 1 16 પંજાબની આ બે સીટો પરથી ચૂંટણી લડશે CM ચન્ની , કોંગ્રેસે 8 ઉમેદવારોની અંતિમ યાદી કરી જાહેર

કોંગ્રેસે રવિવારે પંજાબ વિધાનસભા માટે આઠ ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની બે બેઠકો પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે તેમને ભદૌર અને શ્રી ચમકૌર સાહિબથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

જયારે કોંગ્રેસે નવાશહેરથી વર્તમાન ધારાસભ્ય અંગદ સિંહ સૈનીની ટિકિટ કાપી છે. પાર્ટીએ તેમની જગ્યાએ સતબીર સિંહ સૈનીને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, અંગદ સિંહ સૈની ઉત્તર પ્રદેશની રાયબરેલી સદર બેઠકના ધારાસભ્ય અદિતિ સિંહના પતિ છે. ચૂંટણી પહેલા જ અદિતિ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ હતી. ભાજપે તેમને રાયબરેલી સદરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

નોંધનીય છે કે, ક્રોંગ્રેસ 2022ની ચૂંટણીને લઇને ગંભીર છે માટે એવા ઉમેદવારોને પસંદ કરે છે જે જીત અપાવી શકે. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને લઇને પણ ઘણી અટકળો થતી હતી. ક્રોંગ્રેસે તેમને બે સીટો પરથી ઉમેદવારી આપી પોતાના ઇરાદા સ્પષ્ટ કરી લીધા છે.