ચંદીગઢ (Chandigarh) થી આવી રહેલા એક મોટા સમાચાર અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશને અહીં સેક્ટર-2 સ્થિત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની કોઠીની બહાર કચરો ફેંકવા બદલ ચલણ કાપ્યું છે.
આ અંગે કોર્પોરેશન કમિશનર આનંદિતા મિત્રાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં તપાસ દરમિયાન સેનેટરી ઈન્સ્પેક્ટરને કોઠી નંબર 7ની પાછળ અહીં કચરો ફેલાયેલો જોવા મળ્યો. બાદમાં એસઆઈએ ફોટો લીધો અને 10 હજાર રૂપિયાનું ચલણ કાપ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, એસઆઈએ ઘટનાસ્થળે તૈનાત સીઆરપીએફની બટાલિયન 113ના ડીએસપી હરજિંદર સિંહના નામે ચલણ જારી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સેક્ટર 2ની કોઠી નંબર 6માં પંજાબના સીએમ ભગવંત માન રહે છે અને કોઠી નંબર 7 પણ તેમના નામે ફાળવવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રીના સુરક્ષા જવાનો રહે છે. જો કે, સમાચાર લખાય છે ત્યાં સુધી સુરક્ષા કર્મચારીઓએ ચલાન પેપર પર સહી કરી ન હતી.
આ પણ વાંચો:સ્મૃતિ ઈરાનીએ કહ્યું- મારી દીકરી કોલેજમાં ભણે છે, તે બાર નથી ચલાવતી, કોંગ્રેસ…
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ સમજાવ્યો NDAનો અર્થ, ‘No Data Available’
આ પણ વાંચો:કોણ છે એ વ્યક્તિ જેના પગના નિશાન 53 વર્ષ પછી પણ ચંદ્ર પર છે… નાસાએ શેર કર્યો ફોટો
