Kalyan Banerjee on Women Reservation: લોકસભામાં મહિલા અનામત બિલ પર ચાલી રહેલી ગરમાગરમ ચર્ચામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો સરકારમાં ખરેખર હિંમત હોય તો મહિલાઓને 33 ટકાને બદલે 50 ટકા અનામત આપવી જોઈએ, જેને તેમની પાર્ટી સંપૂર્ણ સમર્થન આપશે.
સીતા માતાના નામે ભાજપ પર પ્રહાર
કલ્યાણ બેનર્જી (Kalyan Banerjee)એ ભાજપ પર ધાર્મિક અને રાજકીય કટાક્ષ કરતા કહ્યું કે, “ભાજપના લોકોએ તો સીતા જીને પણ ભુલાવી દીધા છે. તેઓ માત્ર પોતાની રાજનીતિમાં જ વ્યસ્ત છે.” તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર માત્ર વાતો કરવામાં માહિર છે અને વાસ્તવિક સશક્તિકરણ માટે ગંભીર નથી. તેમણે રામાયણનો ઉલ્લેખ કરીને ભાજપની વિચારધારા પર સવાલો ઉઠાવ્યા હતા.
50 ટકા અનામતનો પડકાર
TMC સાંસદે સદનમાં જોરદાર દલીલ કરતા જણાવ્યું કે મહિલાઓની વસ્તી અને તેમના યોગદાનને જોતા 33 ટકા અનામત પૂરતી નથી. તેમણે સરકારને પડકાર આપ્યો કે જો મોદી સરકાર ખરેખર મહિલા શક્તિનું સન્માન કરવા માંગતી હોય, તો બિલમાં સુધારો કરીને 50 ટકા અનામતની જોગવાઈ કરવી જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે અર્ધજાગૃત અને અપૂર્ણ બિલ લાવીને સરકાર માત્ર શ્રેય લેવાની કોશિશ કરી રહી છે.
Kalyan Banerjee પીએમ મોદી પર નિશાન
કલ્યાણ બેનર્જીએ (Kalyan Banerjee)વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે પણ મુશ્કેલી આવે છે ત્યારે પીએમ મોદી રમત બદલવા લાગે છે. તેમણે આ બિલને માત્ર ચૂંટણીલક્ષી ગણાવતા કહ્યું કે સરકારની દાનત સાફ હોત તો આ બિલ ઘણા સમય પહેલા પસાર થઈ ગયું હોત.
