Odisha/ CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ

ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ..

India
Makar 69 CM નવીન પટનાયકને જાનથી મારી નાખવાનો મળ્યો પત્ર, તપાસનો આદેશ

ઓડિશાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકને એક પત્ર મળ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. ગુરુવારે સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, આ ધમકીભર્યા પત્ર મળ્યા બાદ રાજ્ય સરકારે આ વિષયની તપાસનાં આદેશ આપ્યા છે. આ પત્ર પટનાયકનાં નિવાસસ્થાનનાં સરનામે આવ્યો હતો અને તે અંગ્રેજીમાં લખાયેલું છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ષડયંત્રનો માસ્ટર માઇન્ડ નાગપુર (મહારાષ્ટ્ર) માં રહે છે. પત્રમાં લખ્યું છે, “હું તમને જણાવા માંગુ છું કે કેટલાક કોન્ટ્રાક્ટ કિલર તમને મારી શકે છે.” આ ‘કોન્ટ્રાક્ટ કિલર’ પાસે લાંબા ગુનાહિત રેકોર્ડ છે અને તેમની પાસે એકે-47 અને સેમી-સ્વચાલિત પિસ્તોલ જેવા હથિયારો પણ છે.” તેમણે કહ્યું, “હું તમને કહેવા માંગુ છું કે ગમે ત્યારે તમારી હત્યા થઈ શકે છે, તેથી સાવચેત રહો.” પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મુખ્ય કાવતરાખોર નાગપુરમાં રહે છે.

આ પત્ર 5 જાન્યુઆરીએ મળ્યો હતો, ત્યારબાદ વિશેષ સચિવ (ગૃહ) સંતોષ બાલાએ પોલીસ મહાનિદેશક, ગુપ્તચર વિભાગનાં ડાયરેક્ટર જનરલ અને પોલીસ કમિશનર (ભુવનેશ્વર) ને આ મામલે તપાસ કરવા જણાવ્યું હતું. બાલાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નિવાસસ્થાન, સચિવાલય તેમજ વિવિધ સ્થળોની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા કડક કરી શકાય છે.

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂતો વચ્ચે વધુ એક બેઠક,  પ્રશ્નનો હલ લાવશે ખરા…

OMG! / એક જ મંડપમાં બે છોકરીઓ સાથે એક વરરાજાએ લીધા સાત ફેરા, જાણો શ…

Vaccination / દેશભરના 700 જિલ્લામાં આજે કોરોના  વેક્સિનેશન ડ્રાય રન, જાણો …

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો